“બરાડા પાડી લે”…
દેશ-ભક્તિ તો એક દિવસની જ છે !
ગળું નહિ દુ:ખે!…બરાડા પાડીલે..
જનતાના કાને તો બહેરાશ છે.
ઉમર લાયક થઈ છે !
એનું તો એવું,મનગમતું સાંભળે ઉંમર થઈ છેને?
દેશવાસી!તું બરાડા પાડ
બોલ જોરથી બોલ ! ચિલ્લાઈને બોલ.
.’वंदे मातरम्’ ‘वंदे मातरम्’ ‘वंदे मातरम्’
ત્રિરંગાને લહેરાવી, લીલુડી ધરતી પર સાત્વિકતાનો ઉજાસ ફેલાવી દે!
‘ભારતીયતા”ઉમરલાયક છે દેખાય એટલું બતાવી દે!!
કેસૂડાંના કેસરિયા રંગે માનવતાની મહેક રેલાવી દે.બોલ જોરથી બોલ!
ચિલ્લાઈને બોલ.
.’वंदेमातरम’ ‘वंदे मातरम्’ ‘वंदेमातरम्’…..