“સત્કર્મ-સદ્ભાવ-સદવિચાર-સત્સંગ” જન્મના મુક્તિ તરફ લઈ જતા સોપાન.
****
જન્મ:બંધનની શરૂઆત કે મુક્તિ તરફનું પ્રયાણ.
તને જોઈએ શું છે???
તારે જ નક્કી કરવાનું છે .
બંધનમાં ફસાવું છે? કે મુક્તિ?
જન્મ/મૃત્યુ શામાટે??
તો સદ્ભાવના થકી સત્કર્મ કરતો જા..
હે માનવ ! તું જ શિવ છો
તું જ જીવ છો.
તારું કામ છે તે કરતો રહે
“કાર્ય કર કાર્ય કર
સતત તું કાર્ય કર
કાર્ય વિણ જગતમાં
કોન મુક્તિ???
આ વિષય ખૂબ ઊંડાણ ભર્યો ગહન વિષય છે.
આ વિષયને સમજવા માટે જ સાત જન્મ લેવા પડશે! વેદ-વેદાંત,જગતના ધર્મો,ઈતિહાસ,વિજ્ઞાન –બધું જ જાણીશ-શીખીશ તો પણ એવાં અધૂરાં રહેશે ખબર નથી પડતી કોને પૂછવું?? જન્મ એટલે શું? કર્મ એટલે શું? બંધન એટલે શું?અ…ને મુક્તિ એટલે શું? આપણે શીખીએ છીએ કે—-વિજ્ઞાને પણ સાબિત કર્યું છે.
આપણે ‘શક્તિ’નું રૂપ છીએ,
‘પંચતત્વો’ના બનેલા છીએ.
કવિઓએ સરસ ગાયું છે
તેજમાં તત્વ તું!!
દેહમાં દેવ તું.
જૂજવે રૂપે અનંત ભાસે!!
અનંતને પામવા મેળવવા આપણે ખૂબ ધમપછાડા કરીએ છીએ.
“મામકા”થી જ આખા “કુરુક્ષેત્રનું યુદ્ધ” રચાયું!!!!
****છેવટે ‘જીવ’—-
“મારું મારું”–my my કરતો ભૌતિકતાની પાછળ ભાગે છે.. દોડા કાઢે છે.
જિંદગીના જંગલમાં-ભવાટવીમાં અટવાઈ ભટકે છે.છેવટે સંસાર સાગરને કિનારે, ‘ભાવનાત્મકતા’ની હોડીમાં
‘પ્રારબ્ધ અને કર્મ’ના હલેસાંથી ,સંસાર સાગરને તરવા કોશીશ કરે છે.
કારણકે
આ જન્મ અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા લીધો છે.. પણ…
ઈચ્છાઓ! એવી હોય છે જે હંમેશાં અધૂરી રહેતી હોય છે. ભગવદ્ ગીતાના સિદ્ધાંતો મુજબ ફરી ફરીને માનવ -જડભરત-ની જેમ જન્મ લીધા જ કરે છે..
તો એટલું જ કે,
‘જે નથી મળ્યુ’ તે વિચારવા કરતાં
જે મળ્યું છે તેને ખુશીથી માણીએ. કારણકે આ જન્મ
સુખી થવા- અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા મળ્યો છે. તો..
અત્યારને માણીએ.
ન ભૂતો વા ભવિષ્યતિ!!!
અને એટલા માટે આજથી હું ભગવદ્ગીતા શીખવાનું શરૂ કરું છું..
અને આ જન્મને ખુશ રહી આનંદથી જે મળ્યું છે તે માણવું છે..
તો જન્મ એ મુક્તિ તરફનો દ્વાર છે જ. જે માયારૂપી તાળાબંધીથી બંધ છે.
આપણે જન્મ જન્મના ફેરા કાદવ કીચડમાંથી છૂટવું હોય તો, સત્કર્મ,સદ્ભાવ,સદ્વિચાર,સત્સંગની ચાવીથી જિંદગીના દ્વાર ખોલીએ અને મુક્તિ મેળવીએ.જે મારા મત મુજબ “અહીંયાનું અહીંયા”જ છે!!