“અંતર કૉરોનાથી કે માણસથી…?”

“આ કોરોના ખોટો કૂદી પડ્યો.

અને અપજશ લઈ ગયો..,

નહિતર આમેય,

માણસ માણસ વચ્ચે…

અંતરતો વધતું જ હતું.”

( ઇસબ મલેક “અંગાર”)

ડુંગરા દૂરથી રળિયામણા!

આ પહાડ ઉપર ટેકરી, લીલાં લીલાં ઝાડવાં, એમાં દોડાદોડી કરતાં જંગલી જાનવરો,પહાડની ખીણ,પહાડની ટેકરીની ઉપરથી પહાડ પરથી પસાર થઈ ખીણ તરફ વહેતું ઝરણું, બાજુમાં એક નાનકડું મંદિર,મંદિર ઉપર ફરફર થતી ધજા,શું સુંદર કુદરતી દૃશ્ય.

આ.. હા .. હા..આવું કુદરતી દ્રશ્ય,ફોટો ફ્રેમમાં જ બહુ સરસ લાગે.

ટેકરીને નીચે તળેટીમાંથી જુઓ તો લાગે કે, હમણાં પહાડ ઉપર પહોંચી જાશું..પણ..પહાડ ઉપર ચઢો ત્યારે ટેકરી ઉપર પહોંચતાં,દમ નીકળી જાય.કાંટા-કાંકરા, ઉબડ-ખાબડ રસ્તો,પસાર કરતાં કરતાં,પગે પાણી ભરાઈ, સોજા આવી જાય.અને પછી ઘરે પાછા પહોંચતાં,બેસીએ ત્યારે પગ દુ:ખે! ત્યારે ખબર પડે.ભાઈસાબ! આ જે દૂરથી દેખાતું હતું તે એટલું સરળ નથી.

આ પહાડ જેવું જ,માણસની જાતમાં પણ થઈ ગયું છે.બહારથી જુઓ,મોટામોટા સમારંભો,સન્માન સમારંભ,લગ્ન સમારંભ, અરે જુદીજુદી જાતના સમારંભ,લાખો અને કરોડો રૂપિયાનું પાણી!એ જાહોજલાલી,એ ઝાકઝમાળ, આહા એ! જુઓ તો લાગે કે શું સ્વર્ગ છે! પણ તમે થોડા અંદર જાવ! બે દિવસ એમની સાથે રહો, એમના ઘરમાં રહો, ઘરની અંદરના લોકોની આંખો જુઓ તો “બિલાડા ઝગડતા હોય તેમ,એકબીજા સામે ઘૂરકીયાં કરતા હોય!”

આટલેથી ઓછું હોય તેમ, કાકામામા,ભાઈબહેન,પતિપત્ની આ બધાં જે “દ્વંદ્વો”છે તે “એકતા”સાબિત નથી કરતાં,એતો..”સાપે છછૂંદર ગળ્યા જેવી વાત થઈ છે.

સંગે/પ્રસંગે અબજોપતિ સગાંવહાલાં, ગરીબ સગાંવહાલાંને “વ્યવહાર માટે સંડોવતાં હોય! “સિંગલ હોય તો, “એક ભાગ” અને બે હો તો “ડબલ ભાગ!”!આજે પસલી છે ને તો “બહેનોને તો બહાર જ જમવા જાવું છે! એટલે, ફલાણી ફાઈવસ્ટાર હોટલમાં લઈ જાશું! Is it okk know? તો તમારે તો..’આટલા’રૂપિયા આપવા જ પડશે”.સગાં ભાઈભાંડુ વચ્ચે “હિસાબ અને ગણતરી”???

એક જમાનામાં બાર-બાર બાળકોના કુટુમ્બ એક જ ઘરમાં રહેતાં! પણ સચવાઈ જાતાં.કોણ ગરીબ,કોણ પૈસાવાળું? અપંગ-તંદુરસ્ત,નાના-મોટાં સૌ સચવાઈ રહેતાં! અને આનંદતો એવો કે જમાનાઓ સુધી યાદ રહે.ઘરના ધાબે એકસાથે ઊંધીયાં પાર્ટી, તારા-દર્શન,સૂરજ-ચંદ્રના ગ્રહણ જોવાતાં! અગાશી ઉપર ગોદડાં પાથરી, આકશના તારા જોતાં જોતાં,દાદીમાની વાર્તાઓ સાંભળતાં સાંભળતાં, એકમેકની મસ્તી કરતાં તારામઢી રાતોમાં સૂવાની મજા હવે ક્યાંથી શોધવી? હવે તો “તારો બેડરૂમ”,”મારો બેડરૂમ” “यह तेरा घर,यह मेरा घर”! આ..’તારું-મારું’ સહિયારું ને “મારું-મારા બાપનું ‘!! આવો ગણતરીબાજ જમાનો થઈ ગયો છે.”આપણે”શબ્દ જ “ડીક્ષનેરી”માંથી લુપ્ત થતો જાય છે.वसुधैव कुटुंबकम्।ના ‘નારા’ લગાવવા વાળાને પૂછવું છે.. કે.. આ “કુટુમ્બ”એટલે શું?…

વડીલોને “પગેલાગવું,પ્રણામકરવા’,’નમસ્તેકહેવું’લોકોને જુનવાણી પ્રથાઓ લાગે છે! Hug,hello,hi

કહો,કરો તો તમે “મહાન”.(અંદરખાનેથી વડીલો પણ આવું જ કશુંક ઈચ્છતા હોય છે.).જે આપણી કંગાળ મનોવૃત્તિને સાબિત કરે છે..!આપણી જ મનોવૃત્તિ આપણને એકબીજાંથી દૂર કરે છે!!!

કુદરતના વર્તમાન બદલાવનું કારણ પણ માણસ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: