પગલે પગલે રે,પાનખર, ને
કોરાધાકોડ,એકલસૂડાં ઝાડવાંની ડાળીઓ!
એ પંખીડાંનો ચહચહાટ
હા સાવ લૂખો લાગે !
જોને આ પગલે પગલે તે
પાનખરની પાછળ,
ફૂટતી એ ગુલાબી કીસલય-કૂંપળીઓ!!
હારે!!વસંતની વધામણી દે હો જી.
આજ ઓચ્છવ ઊજવાય પંચમી! વસંતનો
ખિલખિલાટ ચહચહાટ,
કુંજગલી કરતી.સજતી સજાવતી
આનંદે ધરા.
આજ પંચમીનારે ગીત ગાતી ગાતી
પગલે પગલે રે, પાનખરને…
ફુલડે ફુલડાથી
ફોરમ વહાવતી
વસંત પંચમી…
આનંદે ધરા
આજે પંચમી..વસંત પંચમી.