“કુદરત સાથે સંવાદ”

“કુદરત સાથે સંવાદ કરવા…

આપ્યા તો બધાને હતા,

એ રિમોટ કન્ટ્રોલ,

હદ બહારની દોડમાં…

કોઈએ ખોઈ નાખ્યા…,

કોઈએ ખોટવી નાખ્યા….

એ અતરાત્માના અવાજ…ને..!”

——–ઇસબ મલેક “અંગાર”

અમારી ભાષા કચ્છી ભાષામાં કહેવાય છે “તોકે ચઈ વ્યો,ઈ મુકે ચઈ વ્યો!” મન બધું જ જાણતું હોય છે. આસ્થા-વિશ્વાસ,દગો-ફટકો,દયા-કરુણા,દેવું-લેવુ,ગુસ્સો-આનંદ,ધરમ-કરમ..આ બધું જ મનમાં જ રહે છે. મન તમારું પોતાનું છે!”મન મરકટછે” તે કબૂલ.પણ મનને કેવી રીતે વાળવું તે તમારા પોતાના હાથમાં છે!

मेरी मरझी..

મુઠીભર હૈયુ, ને ખોબાભર પેટ,

મુદા તો બેજ, પણ કેટ કેટલી વેઠ…!!

જિંદગીના રસ્તા, સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે..!! ‘મનમાં રાંડવું ને મનમાં પરણવું!’મનના પ્રદેશની અંદર પ્રવેશ કરવામાટે કુદરતે આંખ આપી. જેવું જુવો તેવું વિચારો,જેવું વિચારો તેવું આચરણ કરો,એવું બોલો! કામ,ક્રોધ,લોભ,મદ,મોહ,ભય..આ બધી જ ભાવનાઓ મનમાં પેદા થાય છે. મૃત્યુ સમયે હરણની પ્રસવ વેદના જોવાઈ ગઈ! અને સહન ન થવાથી, બીજો જન્મ લેવો પડ્યો! ખાલી નઝરથીજોવાથી કર્મો બંધાય છે, અને ફરી ફરીને,જનમ-મરણના ફેરામાં અટવાવું પડે છે.

નઝરથી વિચાર,વિચારથીમન.(આ વિચારનો રસ્તો છે.) “तुम चाहते क्या हो?” એ તરફ મન ભાગશે.મન ભોગ-વિલાસ તરફ જ ભાગે છે! મન ખુશી મેળવવા કોશીશ કરે છે પણ એ ભૂલી જાય છે “સાચી ખુશી શું છે” સાચી ખુશી શોધવાનો રસ્તો પણ એને મળતો નથી. કારણકે એના’ભોગ-વિલાસ’ એને ખોટી ફિલ્મના પડદા ઉપર લઈ જાય છે.

પોતે જ પોતાની મરજી પ્રમાણે ભગવાનની કલ્પના કરી લે છે.. અને ભગવાન વિષે વાર્તાલાપ કરે છે!જરૂર હોય ત્યારે ભગવાનને “રહેમદિલ”બનાવી દેવો!!!

”गुनाह क्युं नहि किया? क्या मैं रहेમ दिल नहि था”??

ઈચ્છા થાય ત્યારે ભગવાનને પટાવી લેવાનો!હે ભગવાન!દયાકરો!”મારી ભૂલ થઈ ગઈ છે.”

માણસનું વ્યક્તિત્વ ‘દલા તરવાડી’ની વાર્તા જેવું થઈ ગયું છે.

દલાતરવાડીને વાડીમાંથી રીંગણા ચોરવાં હતાં,પણ કોઈને પૂછવા જાય તો પૈસા ખરચવા પડે! એટલે ભાઈએ, પોતાની જાતને જ પૂછી લીધું “વાડીરે બાઈ,વાડી રીંગણા લઉં બે-ચાર”

અને…પોતે જ પોતાની જાતને જવાબ આપી દીધો

‘લેને ભાઈ દસ-બાર’..

અને રીંગણા ચોરી લીધાં.આ જ”દલાતરવાડી” એટલે* આપણા”અંતરાત્માનો અવાજ”.

મુક્તિદા કુમાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: