“જીવનરંગ-આધુનિકાના”

આ જિંદગીને માણવી,મારે તારા સંગાથે,
ઘટઘટમાં ઘોડા થનગનતા તારા સંગાથે મારે મહાલવીને માણવી’તી જિંદગીને!!
મારા જીવનના પીંજરામાં બેઠી’તી હું તો,
‘પીયુ-પીયુ’
જપતી’તી ત્યાં
જિંદગીના રસ્તે,
જોયો,મોડ મેં તો એવો કે,
‘તું હી તું-તું હી તું’ના જાપ છોડી
‘મમ્માયા મમ્માયા’માં મર્માળું મલકાતી
‘MOTIVE’ના મહેલોમાં મોટા એ સાહેબોને ‘સલામસાબ’ કરતી હું,
‘પીયુ-પીયુ’ પોકરવાનું છોડી
પલકવારમાં,પતિના પગલાંને પીંખતી!
‘સલામસાબ’-‘સલામસાબના સથવારે..
પડઘમ આધુનિકાના વગાડતી..
આ જિંદગીને માણવી મારે, તારા સંગાથે
મહાલવી-માણવીતી
કોના સંગાથે???
મારે રકઝક,આ જિંદગીમાં
ખાતાં/પીતાંને મોજ કરતાં
જિંદગીના રજવાડે!!
માણવી’તી-મહાલવી’તી
તારા સાથે? કોના સાથે?!
મેં મિત્ર બનાવ્યો મારા માટે,
મહાનતાને ઘૂંટી-ઘૂંટી
રૂપરસના ચટકાં લેતી,
એમાં રસ તરબોળ કરવીતી
આ જિંદગીને માણવી મારે
મારા સાથે
કોના સાથે??? 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: