“હાથી જીવે તો લાખનો-
મરે તો સવા લાખનો”
મુક્તિદા કુમાર
‘મનચલી’
—————————
મસ્ત… વાતે વા..તો
હેં…હેં!??
..હોંચી ….. હોંચી.. હોં..ઓંઓચીઈઈઈ.
“ગર્દભભાઈ ચોપગાની ઘટતી ગુલામી”!
ગમનભાઈ બેપગા ગાતા એવાં ગીતો રે!
ચોપગા ગર્દભને મારીએ તો
લાખના ચો-લાખ!
લે બોલ? જીવના જલ્લાદ!
ચોપગાંને મારીને,
ચાંમડાંથી માંડીને-
રગરગનાં ખૂન એતો પીતો!
ત્યાં વસ્તીને ખિતાબ?
કે,રૂપિયાના હિસાબ!
આ તો,
ગમનભાઈ’બેપગા’ની ગુનાખોરી!
ઓ..જો..
ગર્દભભાઈ ભાંભરતા,
હેં..હેં..
હોં..ચી.. હોં .. ચી….
ગમનબેપગો/ગર્દભચોપગો
વસ્તી વધી કે ઘટી.
માણસની ગધ્ધામજૂરી કે
ગધ્ધા! જી-હજૂરી?
હોંચી હોંચી, હોંચી..હો..ઓ..ઓ…!