બોલીના બાણ બહુ વાગે વાલીડા..
વાગે તો વાગવા દઈએ વાલીડા??
બાણે બાણે બેકાર થાતી જિંદગી વાલીડા!!
લોકો બોલીના પત્થર મારે, વાગે તો વાગવા દઈએ વાલીડા,
ઉપર ફેંકે તો ઝીલી લઈએ, વાલીડા,
એકઠા કરી.
સાંભળી-સહન કરી,
એ પથ્થરે,
એવો પુલ બનાવીએ વાલીડા,
કે પુલ થકી તકલીફો પાર કરીએ- વાલીડા
જિંદગીની ઊંચાઈ,
મંઝિલ સુધી પહોંચી જઈએ વાલીડા—
બોલીના બાણ બહુ વાગે વાલીડા..
વાગે તો વાગવા દઈએ વાલીડા??
*******
મુક્તિદા કુમાર .
‘મનચલી’