“મને શરણ છે મારું”
મુક્તિદા કુમાર
‘રુપલી’
***********
લાગું ચરણે પડી
માગું ઘડીએ ઘડીએ
દર્શન આપો..
દયા કરી શરણ શિવ આપો..!!
તમે ભક્તોનાં દુ:ખ હરનારા
તમે ..
(કોઈની દયા શામાટે માગવી જોઈએ?)
સાચું કહું..
આપણને જરૂર પડે ત્યારે “શરણ” શોધીએ છીએ.
આપણે… આધારવિનાના(નિરાધાર)-અનાથ- બની જઈએ ત્યારે કોઈનું ‘શરણ’ શોધીએ.
આપણે એવાં કામ શુંકામ કરીએ?
કે આપણને કોઈના શરણે જાવું પડે??ચોરને પોલીસના શરણે..કોઈ પણ કામ કરાવવા સરકારી અધિકારીના શરણે,ઘરકામ કરાવવા -કામવાળીના- શરણે,આપણે કેવા છીએ??
મિસવર્લ્ડથી લઈને સ્ટારવર્લ્ડ–શરણ શરણ શરણ ‘શરણ’ વગર આપણે-ખોવાઈ જઈએ છીએ..!!!
આપણા આત્માની ઉન્નતિ માટે પણ.. કંઈક આધાર-કોઈનું શરણ શોધીએ છીએ. પછી તે ગુરૂહોય,માહોય,શિક્ષક હોય,અરે આખો સમાજ હોય!!! ધર્મ હોય કે પછી મંદિર/મસ્જિદ/ગુરુદ્વારા –અને ચાલુ થઈ જાય “તારી/મારી”..
..
કોઈ ના “શરણે” જવા કરતાં
હું મારી જાતને પૂછું અને કહું.. “તું એવાં વૃક્ષનું થડ બન.. કે.. તું અડીખમ ઊભો રહે! તારા આધારે!
જેને જરૂરિયાત હોય,
તેવી વેલીઓનું તું એવું તો શરણ બને કે.. એને માટે તું “ભવભયહરણમ્” બનીજા.
‘શરણ’ શબ્દ