” પ્રેમ એની આંખના પલકારે”

પ્રેમનો દરિયો ધસમસતો ને અફળાતો..,

ધસમસતા એ પ્રેમ થકી અફળાતો,

“હું”!

માનવ-મનના તાણાવાણા?

ક્યાં ફંટાયા,ક્યાં ફંટાયા?

પતંગીયાંને જ્યોતીનો સધિયારો?

રે સૂરજ, કે તારો જગારો.?

જગમગ જગમગ,આંખોનો પલકારો !

જો પ્રેમ તણો ચમકારો એમાં

પ્રેમ કેરાએ પૂરમાં તારા

પાગલ થઈ પટકાયા !

પતંગીયાંને જ્યોતીનો સધિયારો!

પ્રેમના નામે પાગલ જંતુ,

તારા તરફ એ અવિરત સરતું!!

અટવાતાં,અફળાતાં

પ્રેમ તણાએ પૂરમાં તારા,

પાગલ થઈ પટકાયા

પ્રેમના નામે પાગલ જંતુ !

તારા તરફ એ અવિરત વહેતું!!

એની આંખોના પલકારા

સૂરજ તેજ તણા જગારા.

પંતંગીયાંને જ્યોતીનો સધિયારો..!?

જગમગ જગમગ આંખનો પલકારો..

મુક્તિદા કુમાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: