ઝવેરીની નજર જ હીરાના મોલ નક્કી કરી શકે.

“આગમાં તપાણા,
ને કાપણીએ કપાયા,
તોય અમારા મનડાના
મુંજાણા,
પણ જે દી ચણોઠીએ
. તોલાણા,
તે દી અમારા કાળજા
વીંધાણા…!”
(ઇસબ મલેક “અંગાર”
આપણી આસપાસ ઘણી વખત કથીર જેવા પાત્રો, હીરાના મુલ નક્કી કરી રહ્યા હોય….ત્યારે સહેજ આંચકો લાગે..
જાણકાર જ વસ્તુને મૂલવી શકે.
હીરાના દાગીના પહેરીને ફરતાં તો ઘણા લોકોને જોયા છે. મને પણ ચમકતા હીરા જોવા બહુજ ગમે, પણ એક દિવસ એક બહેનને કોઈના ગળામાં પહેરેલા હારની કિંમત વિષે વાત કરતાં સાંભળ્યા. ત્યારે મારી તો આંખો જ ફાટી ગઈ.
પણ બહેન તો હીરાના વેપારીના ઘરેથી હતાં.
લાખોની કિંમતના હીરા વેંચતા વેપારીની પેઢીઉતાર જણસનું valuation કોઈ હીરા-પારખુએ કર્યું તો તેની કિંમત તે વસ્તુની કિમત ખૂબ ઓછી થઈ. કારણ કે એ સાચો હીરો જ નહોતો.!
આપણો સમાજ ચમક-દમકને વધારે પ્રાધાન્ય આપે છે.
સાચું શું તે પહેલી નજરે પરખાતું નથી.
સાચા સાહિત્યથી માંડીને સંસારી સુધી.સચ્ચાઈનીઓળખ આપણે પોતે જ કરવી પડે, અને તો જ એ સમજાય કે આપણે પણ માહિર છીએ.
મુક્તિદા ઓઝા.

Leave a comment