ભેદ

“મતભેદ… એ સમસ્યાઓનું મૂળ નથી..,
તેની ઉપર તંદુરસ્ત ચર્ચા
ઉલટાનું ફાયદાકારક બની રહે.
પણ…
મન ભેદ……,
એ સમસ્યાઓનું મોટામાં મોટું વાયરસ છે.”
—– (ઇસબ મલેક “અંગાર”)



ભાષાવિજ્ઞાનની રીતે,જઈએ તો,એક જ જગ્યાએથી ઉદ્ભવતા શબ્દો છે,’મત’અને’મન’ અહીં “મ” ઓષ્ઠ્ય છે, અને ‘ત’ તથા ‘ન’ આ બંને અક્ષરોનું ઉદ્ગમ્ સ્થાન દાંત છે,એટલે એને ‘દંતવ્ય’ કહેવાય! એક જ માના જણેલા ભાઈના વ્યક્તિત્વ ખૂબ જુદાં હોય! તેવું જ ‘મત’અને ‘મન’શબ્દનું છે!

એક શબ્દ”દોસ્તી”ઉપર..ચર્ચા કરવાનું કોઈ કહે તો, હજાર લોકો પોતાનાં મંતવ્યો, જુદીજુદી રીતે રજુ કરશે! કોઈ કવિતા,શાયરી,વાર્તા,જોડકણું,!આ બધું જોતાં,કશુંક ના ગમે તો.. ‘ચર્ચા’ થાય અરે!’ગાળાગાળી’ પણ થાય.એનો અર્થ એ નહિ કે,મનથી દૂર થઈ જવાય! મનના પણ ભેદ(જુદાઈ) થઈ જાય. ઇન્દિરાગાંધીના સંબંધો,સોનિયા સાથે જુદા,અને મેનકા સાથે જુદા કારણકે અહીં મતભેદ જ મનભેદ તરફ ખેંચી ગયો છે,આવા નાનીનાની વાતોના મતભેદ જ લોકોને “વિભક્ત”થવા તરફ પ્રેરિત કરે છે..છત્તીસનો આંકડો’ થઈ જાય!એટલે કે સામું જોવામાં પણ ‘બાપે માર્યા વેર’ થઈ જાય!
કોઈ એક હાથીને છ આંધળા, પોતાની રીતે વર્ણવશે! દરેકને પોતાના સ્પર્શથી જેવું ‘સમજાય તેવો હાથી’ છે એમ કહેશે.પણ “આ હાથી તો મારો જ છે! મારો જ! એના ઉપર અધિકાર છે”મારો” “હુ” શબ્દ બહુજ ભયંકર,ખતરનાક છે. તે એવાતો મનભેદ કરી દે કે રાજના રાજયોમાં ઉથલપાથલ થઈ જાય. યુદ્ધ, મહાયુદ્ધ અને વિશ્વયુદ્ધો પણ થઈ જાય!
તમે કહો,તે જ સાચું, તમે કહો તેમ જ થાવું જોઈએ.આ એક પ્રકારની ‘જિદ્દ’,’મનભેદ’ને નોતરું આપી દે છે.અમે જ મહાન, અમે જ સારા આ દુનિયામાં“અમારા જેવું તો કોઈ જ નહિ!””આ તારું,આમારું કહીને એકબીજાને ભાંડે રે”..અને એ મનભેદ..ભેદજ રહી જાય! એ ‘ભેદનો ભરમ’,ગમે તેવા લોખંડના હથોડા મારો તોયે ભાંગે નહિ.
રાવણ અને વિભીષણ,બે સંપીને રહ્યા હોત તો રામાયણની વાર્તા કાંઈક જુદી હોત, રામ-લક્ષમણ એક થઈને રહ્યા,તો રઘુકુળની વાર્તા જુદી જ છે.
અવિશ્વાસ,અંધશ્રદ્ધા,અહમ્,એકલતાના કારણે પણ મનભેદ થઈ જાય.એકઝાડુની સળીઓ અલગ હશે તો કોઈ મતલબ નથી. પણ એજ એક થશે,તો દુનિયા આખીનો કચરો સાફ કરી નાખશે! આજ તફાવત મતભેદ અને મનભેદ વચ્ચેનો છે.
–/– મુક્તિદા કુમાર ઓઝા

Leave a comment