“ગુરિયાપીર:(ઘેરૈયો)

ગુજરાતમાં અમુક જગ્યાએ જ ઊજવાતી હોળીની વાત છે.

બધા લોકો મારી રીતે હોળીને માણે??

મને તો બાળપણ યાદ આવે છે હોળીના દિવસે .. ઘરોઘર છાણા લેવા જતાં. અમે એટલાં તો નિર્દોષ હતાં કે કોઈ- ફાટેલી ચડ્ડીમાં હોય, કોઈ નિર્વસ્ત્ર હોય

સવારે ઊઠીને ઘરથી બહાર જ ભાગ્યાં હોઈએ એટલે-નાવા/ધોવાનું તો ઘેર ગયું, વાળ પણ ન ઓળ્યા હોય.. લોકોના ઘર પાસે ઊભાં રહીએ, પછી

રાડો પાડી,ઘરના દરવાજે અમારી નટખટ ટોળી! બોલતી.

“હોળીમાતાના છાણા દો

હમણાં દો, હમણાં દો

પછી નહિ આવીએ

બાર મહિનાની હોળી છે..

ફળિયામાં.વીસ પચ્ચીસ બાળકો ભેગાં થઈ,

હોળી ઉજવતાં!!!

રસ્તે જતા માણસોને રંગભરી પિચકારી બતાવી “હોળીનો લાગો”માગતાં!!! પછી પૈસા ભેગા થાય તેની ઊજવણી… !.

આ ઉજવણી સાત દિવસ સુધી ચાલતી.

‘ગુરીયાપીર'(ઘેરૈયાપીર)ની મૂર્તિનું સ્થાપન કરતા.દરરોજ સાંજે-સવારે પૂજા કરતાં.

હોળીની સાંજે,છેલ્લી પૂજા થતી.હોલિકા દહન વખતે આ મૂર્તિને અગ્નિમાં પધરાવતા..

આ સાત દિવસ,

ખાસ જુદાજુદા આકારના(હોળીલા) છાણા બનાવી,એ સૂકવી, એનો હાર બનાવી હોળીમાતાને હારડો પહેરાવતાં.

તે દિ’ સાંજથી હોળી પ્રગટે, અને અમે આખી રાત એની તાપણીની આસપાસ ગોઠવાઈ જઈએ..

અને.. એક માન્યતા કે- હોળીનો તાપ લઈએ, દાળીયા-ધાણી-ટોપરું-ખજૂર,

પતાસાંની પ્રસાદી ખાઈએ તો,આખું વરસ બિમાર ના પડીએ.

આ બધું તો ઠીક..

હોળીનું તાપણું-આખીરાત પ્રઘટેલું રાખવા ચોરી કરતાં. મોટી પાળી કૂદી લાકડાં ચોરતાં.

આ પછી–

જુવાનીમાં–

એક/મેકને

રંગ ઊડાડી,એકબીજાને નજરાવી ‘લાઈન મારવા’ની પણ બહુજ મઝા માણી.

હોળીનો ઉત્સવ

આનંદ માટે,આનંદથી માણ્યો.

રંગે રમ્યા- રમાડ્યા.

હોલિકા દહનની વાર્તા તો સાંભળી પણ..

આ ઉત્સવે તો આનંદ ઘેલાં જ કર્યાં..

Leave a comment