જિંદગી જ એક પડકાર સમી છે. ઘણા ના મોઢે થી સાંભળ્યુ છે ” ભગવાન કરે તે સારું “!!! આ વાત થી હું બિલકુલ સહમત નથી . આ વાક્ય ની પાછળ તમારું ” આળસ” છતું થાય છે. તમારા સુષુપ્ત મનમાં ક્યાંક “ન કરવાની ભાવના ધરબાયેલી છે ” એટલે તમે ” ભગવાન” નામ નું ” બહાનું ” શોધી કાઢો છો. સવારે ઊઠો ! અને નક્કી કરોને ” આજે તો મારા દાંત ભગવાન જ સાફ કરવાના છે!! શું થાશે? એક કલાક, બે કલાક અને ત્રણ કલાક પછી તમારા મોઢા માથી ખારાશ આવવા માંડશે! અને લોકો તમારી બાજુમાં ઊભા રહીને વાત પણ નહિ કરી શકે. કારણકે તમારું મોઢું એટલું ગંધ મારવા માંડશે. ત્યારે થાય કે કેમ ભગવાન આવી ને તમારી દાંત ની સફાઈ નથી કરી શકતા? એક બુઝર્ગ હતા. એમને આંખ ની તકલીફ થઈ. ડોક્ટર ના મતે એ તકલીફ કોઈ દિવસ ખતમ થવાની નહોતી. પણ આ ભાઈ તો કામ/ધામ છોડી ને ઘરમાં બેસી ગયા. ” મારી આંખ સારી થઈ જાશે પછી, ” શિરડી સાંઈબાબા ના દર્શન કરવા જઈશ અને પછી જ કામે વળગીશ!” એક ગામ થી બીજે ગામ જાતા રસ્તા માં લીલાછમ ખેતરો જોઉં ત્યારે એમ થાય વાહ ” કુદરત ની શું લીલા છે” ! શુ હરિયાળી લૂમેઝૂમે છે!! હા ભાઈ સાબ! તમે ભૂલી જાવ છો કે આની પાછળ ખેડૂત ની ચોવીસ કલાકની મહેનત કામ કરે છે. ” કુદરત ” તો એક નામ માત્ર છે. ” તરવૈયા ” બનવું હશે . તો કિનારે ઊભા રહી પાણી ને જોયા કરશું તો કેમ ચાલશે? પાણી માં ઝંપલાવવુ પડશે અને હાથપગ હલાવવા જ પડશે. ” યા હોમ કરીને પડો ફતેહ છે આગે!”
પડકાર

👍🏼
LikeLike