“કુદરતના ખોળે”

ઘેર તમામ અનેક સગવડો હોય,
છતાં…. મન ને હળવું કરવા ફરવા જવાની જગ્યા તો પ્રાકૃતિક ને પસંદ કરીએ છીએ,
અને ઘેર આવીને,
પ્રકૃતિને ભૂલી જઈએ……છીએ!
-ઇસબ મલેક “અંગાર”
—–ગુડમોર્નિંગ💐
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
કુદરતની દરેક વસ્તુમાં,ઈશ્વરનો વાસ છે.
પ્રકૃતિના ખોળે રમવું એટલે, માના ખોળે રમવું, માના ખોળામાં માથું મૂકીને સૂઈ જાવાની મજા છેને! એવી જાહોજલાલી,”STAR HOTEL”માં, લાખો રૂપીયાની કિમ્મતના પલંગ ઉપર સુવાથી પણ ન મળે.માના ખોળે તો! આપણે ગમે તે ઉમરના હોઈએ,આપણે છમહિનાનું બાળક બની’ જઈએ .. જિંદગીનેમાણી લેવી. ઉંમર વિશે વિચારીશું ને,તો વિચારતા જ રહીશું..’
‘હિલસ્ટેશન’ અને ‘ઘર’નું પણ એવું જ છે. જાહોજલાલી,જલસા,આનંદ,પ્રમોદ.હવાનીઠંડક! ઘરમાં ક્યાંથી મળવાના? ઘરમાં તો, એ જ વાતાવરણ ફંગોળાયા કરશે. જેમ એક નાનકડા ‘ટબ’માં ‘પૉમપૉમબોટ’ ગોળ ગોળ ફર્યા કરે! અને.. ‘લોન્ચ’ દરિયામાં એવી તો આંટા મારે! ક્યાંતે ટબમાં અને ક્યાંતે દરિયામાં!.. આ જ તફાવત, ઘર અને હિલસ્ટેશનનો છે.
પાંજરાનું પંખી, અને મુક્ત ગગનમાં ઊડતું પંખી!!!ફરકતો પડવાનો જ ને!
માણસ,ઈચ્છાઓનો એવો ઘડો છે, જે હંમેશાં,અધૂરો જ રહે છે! એ ઈચ્છાઓથી,છલકાયા કરે છે.પણ અધૂરો જ રહે છે.!
છાંયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી..રોજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી..!!તમને શું જોઈએ છે?ખુશી,શાંતિ,આનંદ? આપણી ઈચ્છાઓને કોઈ અંત નથી.એક મળે તો બીજાની ઈચ્છા જાગે !
જે મળ્યું છે એમાં કોઈ દિવસ સંપૂર્ણ સંતોષ,સપૂર્ણઆનંદ થાય જ નહિ!! હંમેશાં એક જવાબ,આપણો તૈયાર જ હોય”આમ કર્યું હોત તો વધારે સારું થાત! જે મળ્યું છે, તેમાં અધૂરાશ શોધવીએ માણસનો સહજ સ્વભાવ છે. ગરમીમાઠંડી, ઠંડીમાંગરમી, વધારે વરસાદ,ઓછો વરસાદ.!!!આપણે હંમેશાં ભગવાન પાસે,એવું જ માગતાં હોઈએ,જેમાં આપણને ફાયદો થતો હોય.અત્યારે ‘આઈસ્ક્રીમ’ખાઈએ,તો કલાક પછી ભૂલી પણ જાઈએ કયો સ્વાદ ખાધો હતો?! there is a way I can fulfill my true purpose in life. IS BE NATURAL.

ચાલ હું અને તું વરસાદમાં પલળીએ
કાગળ ની હોડી લઈ છબછબિયાં કરીએ
એ ઉનાળાની બપ્પોરે તળાવની પાળેથી
મા,થી છૂપાવીને ભૂસાકા દઈએ
પેલી, મીઠી તે આંબલીની મધમાતી મોસમમાં ,તેના ઝાડને હિલ્લોળા દઈ આંબલી ખેરવીએ.
માણસ જે મેળવે છે તેને, ત્યારે જ માણે છે ખરો! પણ પછી ભૂલી જાય છે. માણસની પ્રકૃતિ હમેશા બેવડી છે તે “અંદરથી” જુદો અને “દુનિયાને” દેખાડવા માટે જુદો છે..મુન્નાભાઈ એમ..બી..બીએસ..નામનું પિક્ચરછે..એમાં બૉમનઈરાની, એને, જે વસ્તુ ના ગમે,.. ત્યારે દાંત કચકચાવતો, જોયો છે?? જાણે એ હસે છે!એવું પ્રથમ દૃષ્ટિએ લાગે. હકીકતમાં ભયંકર ગુસ્સે છે!
દિવસાદિવસ ભૌતિક સગવડો વધતી જાય છે.
જ્યારે પણ હું ગામ જાઉં,ત્યારે દરિયા કિનારાનાં શિવમંદિર કાશીવિશ્વનાથની,અચૂક મુલાકાત લઉં! આ….હા….હા….એ દરિયાનો ઘેઘૂર અવાજ,ખુલ્લા દરિયા ઉપર ફૂંકાતા, પવનના સૂસવાટા,દૂર દૂર પંખીઓના અવાજ!સાથે મારા દાદા અને ભાઈબહેનો સાથે બેસીને “શિવ મહિમન્” !આંખબંધ કરીને સાંભળો તો ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતને,બાજુએ મૂકી દે!એવું વાતાવરણ ઊભું થાય., નાછૂટકે!મુંબઈ તો પાછા આવવું જ પડે!વળતાં,લોકલ ટ્રેનમાં, નાકમાં ખરજ આવે તો, બાજુવાળાના ખભા ઉપર, આરામથી ખરજ કરી લો! એવી ગીર્દી! ટ્રેન પસાર થઈ રહી હોય ’બાંદરાની ખાડી’ ઉપરથી.ત્યારે મને “મારાં ગામની સુગંધ” પર્સમા ભરીને લાવી હોત તો? એવું મનમા થઈ જાય!
મગજ એકે જગ્યાએ સ્થિર નથી થઈ શકતું.મને,બાંદરાની ખાડી ઉપર મારું ગામ યાદ આવ્યું,તો ગામમાં ધૂળીયે મારગ ચાલતાં અચૂક મુબઈની યાદ આવે!!!
આપણી ભૌતિકતાએ, ઈશ્વરને ઘરમાંથી,ભગાડી દીધો છે.!!!!
તુજ પગલી ઢૂંઢતા, પ્રભુજી ભમું ભમું હું ગલી ગલી
ગગનચુંબી મહેલ મેડીએ ભુવન ભુવનની શેરી શેરીએ
તલસત ભટકું ગલી ગલી
જગત નગરની ગલી ગલી,!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: