“માણસ પાસે બધી જ સગવડો હોય,
પણ
માનસિક શાંતિ
અને માનસિક આંનદ ના હોય….,
તો તે સરવાળે દુઃખી….!”
(ઇસબ મલેક “અંગાર”)
સમાજમાં રહેવું હોય તો લોકોની ખુશીને પહેલું સ્થાન આપવું જ પડે. અને
ખુશી માટે પ્રેમ આપવો જ પડશે
તમે કોનો વિચાર નહિ કરો? બાળકો,પતિ,પત્ની,મા-બાપનો? સગા-વહાલા,પડોશી, મિત્ર,ગાય અને કૂતરું કે બિલાડી!!! એક યા બીજી રીતે તમારા “આનંદ” સાથે સમાજ સંડોવાયેલો જ છે. તમે કશુંક ખાતા હશો અને તમારું બાળક બહાર હશે, તો ત્યારે તમને એ બાળકની યાદ આવશે જ.
તમારા ઘરની અંદર એક વડીલ દાદાજીનો એક ફોટોગ્રાફ લટકે છે. એ જોઈને આપણે એમના વિશે કેટકેટલી વાતો કરીને એમને યાદ કરીએ છીએ. સંગેપ્રસંગે એવું પણ બોલતા હોઈએ છીએ કે”આ હોત તો કેટલું સારું થાત?” “એમને કેટલો આનંદ થાત?”!
આપણને આનંદનો અનુભવ પણ તો જ થતો હોય છે જ્યારે, કોઈ બીજીવ્યક્તિ, પ્રાણી,વસ્તુ કે સમાજ એ આનંદ ભોગવવામાં આપણા સાથે હોય.!
“અભિનંદન”શબ્દની ઉત્પતિ શામાટે થઈ?
રીતરિવાજો,લગ્ન,મરણ-જીવનને અનુલક્ષીને પ્રસંગ શામાટે ઉજવવામાં આવે છે?
કહેવાયછેને કે “કોઈના દુ:ખેદુઃખી, અને કોઈના સુખેસુખી” એજ સાચી માનવતા છે.
સમાજને સાથે લઈને જ જિંદગી જીવો છો અને માણો છો.
શક્ય છે,આપણે આપણા પોતાના સ્વાર્થમાં એટલા બધા ઓતપ્રોત થઇ ગયા છીએ કે.. આપણને શું જોઈએ છે? તે ભૂલી જઈએ છીએ.
આપણે આનંદની શું વ્યાખ્યા કરીએ છીએ તે આપણા પોતાના વિચારો અને વર્તન ઉપર નિર્ભર છે. કેટલાક લોકો બીજાને આપીને આનંદ મેળવતા હોય. કેટલાક લોકો પોતાનો જ વિચાર કરીને ખુશી મેળવતા હોય.
બીજાને બતાવવા માટે જે આનંદ ક્રીએટ કરવામાં આવે તે સાચો આનંદ તો નથી જ. આનંદ તો એ છે જે તમને અંદરથી આવે. તમે ફાટેલા કપડાં પહેરો, સૂકો રોટલો ખાવ..
આનંદ તમારો પોતાનો અનુભવ છે.
ફાટેલું જિન્સ પેન્ટ પહેરીને મનને એમ લાગે કે “હું એક્ટ્રેસ કેટરીના ” જેવી લાગું છું”.. તો એ “મારો” આનંદ છે, જ્યારે હુ સૂકોરોટલો ખાતી હોઉં..અને ખૂબજ ચાવતા જે “મિઠાશ” મારા મોમાં પેદા થાય, હુ એ મિઠાશને અનુભવું.. એ આનંદ છે તે પણ મારો જ છે.
પણ..જેટલું, તમે આનંદ બાંટશો એટલું તમારા પાસે ચોક્કસ વધશે, તે જ સાચ્ચો”આનંદ” છે.
મરીઝે સાચુ જ કહ્યુ છે..
“ બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે”
—–મુક્તિદા ઓઝા
આદરણીય મુક્તિદાબહેન, આપ નામ મુજબ મુક્તિને રાજમાર્ગ બનાવો છો. જીવન જીવવાની શૈલીને સરળ રીતે પ્રસ્તુત કરો છો. બહુ જ સરસ લેખ.
LikeLike