આજના સમયની બે ખાસ જરૂરિયાતો. (૧) જરૂરી સાવચેતી, (૨) માલિક ઉપર ભરોસો.

“રખ માલિક પે ભરોસા…,
યે દિન
ભી ચલા જાયેગા.જીવ,
ખુશિયોં કે સાથ….
નયા દિન જરૂર આયેગા…”
(ઇસબ મલેક “અંગાર”)
આજે ચારે બાજુ કોરોના નો કાળો કેર છવાયેલ છે,
” શુ થશે..?”
“હજુ કેટલો ભયાનક સમય આવશે…?”
આવા સતત ટેન્શનમાં ક્યાંક માનસિક બીમારી નો ભોગ પણ બની બેસે.. છે!
પણ ……આ સંજોગોમાં બે બાબતોને ધ્યાને લેવાની છે..,
(૧) જરૂરી સાવચેતી…,
(૨) માલિક ઉપર ભરોસો.
રાત્રે કેવું મજાનું ગલોટીયું વાળીને સૂઈ જઈએ છીએ,સવારે ઊઠીશ કે નહિ? એ પણ આપણને ખબર નથી હોતી. રાતના બાજુવાળાના નસ્કોરાં ઢોલ-નગારાંના તાલની જેમ વાગતાં હોય, તો પણ આપણે જાગીએ નહિ, એવા ગાઢ નિદ્રાદેવીના ખોળે આળોટતા હોઈએ કે દૂરદૂર કૂતરાંના ભોંકવાનો અવાજ, શિયાળીયાનો રોવાનો અવાજ અને ઘેઘૂર,ભયંકર ,ઘોર અંધારીરાત! વચ્ચે ભૂવાનાડાકલાં તથા ડફલાંનો ડફડફ અવાજ ક્યાં ખોવાઈ જાય? એ તો ખાલી માલિક જ જાણે!
આપણે એવાતો સૂતા હોઈએ કે આ શિયાળ રોવાની, કૂતરુંભસવાની, ભૂવાની ડાકઅનેડફલી વગાડવાની તથા અધૂરામાંપૂરું નસ્કોરાની રિધમ્ ! વાહવાહ આ બધું કોઈ સંગીતકાર આવીને કુદરત પાસેથી ઊપાડી જાય અને “દેધનાધન” આધુનિક તાલમાં એવું તો મૂકી દે કે સાંભળીને આપણે નાચી ઊઠીએ. આવી તો કેટલીયે ચોરીઓ કુદરતમાંથી થઈ જાય! પણ આપણે એવી તો ગાઢ નિદ્રામાં સૂતા છઈએ કે દુનિયા ઊથલી જાયતો પણ પરવા નથી.
પ્લેગ,ટીબી,કોલેરા,સ્મોલપોક્ષ,ચિકનપોક્ષ,ફ્લૂ,લેપ્ટો,ચિકનબુનિયા,એઈડ્સ….કેટલાબઘા રોગો આવી અને ગયા…..આપણે અહીંનાઅહીં જ છીએને! તો કોરોના પણ જેમ આવ્યો છે તેમ ચાલ્યો જશે..!
દાંત આપ્યા તે ચવાણું આપી દે જ છે!
ઊંચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી તેવી ઓટ છે ને ઓટપછી જ જુવાળ!
આપણી હાલની ફરજ..
જરૂરી સાવચેતી…ને ભૂલીએ નહિ…બાકી માલિક બધુંજ સારું કરશે…!
મુક્તિદા ઓઝા.

Leave a comment