“ગુણ ઉપર દુર્ગુણ ભારી”

“સારા ગુણો ની યાદી….બહુ
બહુ લાંબી હોય,
તેમાંથી થોડા ક હોય
તો પણ સારું જીવન જીવી
શકાય,
પણ….,
અવગુણ એક જ આવી
જાય..
બધું બરબાદ કરી નાખે”
—–ઇસબ મલેક “અંગાર”

“હું”ની તાકાત”અણુ બોમ્બ”થી પણ વધારે છે! અણુબોમ્બ કદાચ સૂરસૂરીયું થઈ શકે! પણ “હું”નો સ્ફોટ તો ક્યારે ફાટશે નહિ. એવું નહિ બને!? આનો ધડાકો ‘અવાજ વગરનો’ હોય છે!
“સારા ગુણ”ની વ્યાખ્યા શું? તમને પોતાને જેમાં,જેના થકી, ‘કશુંક’ સારું મળતું હોય, તે જ સારું!
કેસરી કપડાં પહેર્યાં હોય! મોઢેથી એટલો મીઠો, કે મધની લાળ ટપકતી હોય!. દિલ્હી જેવાં મોટાં શહેરોમાં, જેનો આશ્રમ હોય? મહાન હસ્તીઓ, જેના આશ્રમમાં આવ-જા કરતી હોય! હજારો અનુયાયીઓ હોય! અને એ આશ્રમના ભૂગર્ભમાં પંચતારક હોટેલને પણ શરમાવે, એવી ‘દરેક જાતની સગવડો’ આપવામાં આવતી હોય!!
પણ……., તેમાં એક જ અવગુણ આવી જવાથી શુ થાય,
તે ઉદાહરણ અત્યારે જેલમાં બેઠા જ છે…..!!
દુન્યવી રીતે “વહાલા” થતા લોકો જ માણસ જાતને ગમતા હોય છે. કોઈ પણ જાતની ‘કડવાણી’ ગળે ઉતારવી સહેલી નથી હોતી.પછી ભલે તે મધ સાથે ચાટવાનું ‘ચાટણ’ હોય,કે ‘સુદર્શનઘનવટી’ કે પછી કડુ કરિયાતાંનો ‘કાઢો!’ આ બધી જ કડવાણીઓ તમારી તબિયતને રુષ્ટપુષ્ટ કરી દે!! પણ કડવાહટને પસંદ કોણ કરે? Sugar coated pill આપણે પસંદ કરશું. કારણકે..વગર મહેનતે,“તરતદાન અને મહાપુન્ય”(side effect કી ઐસી કી તૈસી)!!!
દુર્વાસામાં હજાર ગુણ હતા! પણ એક એના”ગસ્સા”એ એને બદનામ કરી દીધો!.. કામ,ક્રોધ,લોભ,મદ,મોહ અને અહંકાર એવા ગુણ (દુર્ગુણ) છે, જે sugar coated pill ની જેમ,તમારા અંદરથી હલબલાવી side effect કરે છે. કામ કઢાવવા વાળા લોકોનો, ક્યારેક અનુભવ કરજો, એટલા ‘વહાલા’ થાય.!.આવા બધા ‘ગુરૂ-બાપા’ કરવા વાળા!
કેરીના કરંડીયામાં એક એવી કેરી આવી જાય તો.. બાકીની બધી સડી જાય.આ કેરી,કેટલીક વાર તો, બહુજ સારી રુપકડી હોયપણ, એમાં એક જે “બગડી ગયેલુ તત્ત્વ” હોય, તે અંદર જ હોય. તે ક્યારે બહાર દેખા દેશે? અને બીજાને બગાડશે, તે કહેવું મુશ્કેલ છે!!!!!દીવાસળી એક માચીસબોક્ષમાં હોય,ત્યાં સુધી ઠીક છે,પણ એનો એક ઘસરકો આખાં જંગલના જંગલ બાળીને ભસ્મીભૂત કરી નાખે
મીઠાબોલા લોકોથી હંમેશાં દૂર રહેવું, એ આરબના ઊંટ જેવા હોય! જોકે ‘અહીંયાનુ અહીંયા’ છે.એવા લોકોનીપ્રગતિ, રૂંધાઇ જાય! આવા લોકો હંમેશાં’ગુલામમનોવૃત્તિ’માં જ રાચે.
આવા લોકોની વૃત્તિને ‘ચૌર્ય મનોવૃત્તિ’પણ કહી શકાય.તમે કોઈકનુ સારું વિચારશો તો તમારા આધીન વ્યક્તિને પણ આધાર આપી શકશો જ.કેટલીકવાર તમારાથી લોકો ગભરાય, એ બહુજ જરૂરી છે,કારણકે”માથે ચડીબેસવાની માણસની આદત હોય છે”
કેટલીક વાર, દેખાતા દુર્ગુણ મણસને માણસથી દૂર કરે.. ‘ દાંતમાંથી,મોઢામાંથી દુર્ગંધ,પસીનો,(કોઈ એવો રોગ) દાત. આંખ ઉપરનીચે થયા કરવી.
હું નાની હતી ત્યારે, એક ભાઈ હતા..બહુજ સરસ, સરળ અને સાત્વિક વ્યક્તિત્વ. પણ હું એમની સામે જતા ડરતી,મને એમજ થાતું કે “આ મને લાઈન મારે છે”!!
કેટલાક લોકોને સામી વ્યક્તિ ઉપર, કારણ વગરનું વ્હાલ ઊભરાયા કરે! હું જુવાન હતી ત્યારની વાત છે.. ત્યારે અમે,બહેનપણીઓ એમની કેબીનમાં,એકલાં જવાની હિમ્મત જ ના કરતી.!!! એવા પણ લોકો હોય જે તમને ‘ઉપરથી નીચે નજરાવ્યા કરે!!’
હું એક સ્ત્રી છું, એટલે પુરુષને લાગુ પડે છે એવું નથી ! દરેક જાતી અને દરેક વ્યક્તિ ને લાગુ પડે છે.
તો.. કોઈ એમ કહેતું હોય કે “એમનાથી તો હું ડરતો! “એ ગુસ્સો કરતા” આ વાત સદંતર જુઠાણું છે. ગુસ્સાવ્ળી વ્યક્તિ હંમેશાં સાચાં દિલની અને ભોળી હોય.મીઠાબોલા અને મીંઢા લોકો હંમેશાં “કામકઢા” હોય. ક્યારે એમનું આપણા સાથેનું વર્તન, બદલાઈ જાશે તે કહેવાય નહિ. “અભિબોલા અભિ ફોક”!!
સારા વિચાર અને સાત્વિક જીવન જીવશું તો જેલમાં જીવવાનો સમય તો નહિ જ આવે!પોતાનો “આત્મા” પણ પોતાને “કોરી” નહિ ખાય!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: