એક વાર્તા ‘મારી’ અને મારાં સાસુજીની..
આજના “દિવાસા”ના દિવસે..નિમિત્તે….
“ચાવીનો ઝૂડો”
*(યાદગાર અનુભવ).
એવું શું હતું? જેને હું તડપતી હતી? જેનામાટે,હું તડપતી હતી.એ સમયે,મારી ઉંમર હતી,અઢારવર્ષની .. હું બહુજ શરમાળ હતી, રોમરોમ નીતરતાંજોબનથી,રુપરુપનો ભંડાર હતી,પણ છકેલી છાકટેલી છોરી નહોતી. એટલે જ તો, એ મને ગમતો હતો છતાં,પણ મારામાં હિમ્મત નહોતી કે કહી દઉં”I love you”. એ મારી જિંદગીમાં આવશે.નહિઆવે?!!! એજ વિચારોમાં,હું ખોવાયેલી રહેતી.અમે એકજ કોલેજમાં ભણતાં હતાં. એટલે,જવાઆવવાનો સમય,રીસેસમાં કેન્ટીનમાં જવાનું, ’હું’એવી રીતે ગોઠવતી કે ‘એને’હું જોઈ શકું!! ક્યારેક તો હું એની નજર સામે પણ ખાસ આવી જતી. અને મનમાં ને મનમાં,પેલાં ફૂલનાં પત્તાં ખેરવતી ને ગણતી,અને વિચારતી..”એ મને પ્રેમ કરે છે કે નહિ?? “સમય વીતતો ગયો..આવા ઘણા ‘મનના બનાવેલા મિત્રો’, જિંદગીમાં આવીને ગયા!! પણ એક નજરે,એકીટશે, પ્રથમ”પ્રેમ”ને હું એ લોકોમાં શોધતી રહી.! !
એ ‘પ્રેમ’ મને મારા’પતિ’માં દેખાયો,અને એમને હું પરણી. હું ‘ગામડીયણ’ અને સાસરીયા ‘sophisticated,’ હું તળપદું ગુજરાતી બોલું,અને અહીં ઘરનીભાષા જ અંગ્રેજી!!! હું મનમાં ને મનમાં,એટલી તો અકળાઉં કે થાય “ક્યાંજાઉં? કોને કહું..”! આમ…સમય તો વહેતો ચાલ્યો…
મારા સાસરીયાના સગાંમાં, કોઈના લગ્નનો પ્રસંગ આવ્યો. અમે સૌ એમને ત્યાં લગ્નમાણવા ગયાં. એ ઘર નાનું હતું.મારા સાસુજીને સાડી બદલાવવી હતી. એમણે પોતાની કમરે લટકતો ચાવીઓનો,ચાંદીનોઝૂડો મને આપ્યો.એ લઈ,હું તો મોટા ઘરની મોટીવહુવારુ!!! એટલે..લગનના કામોમાં મદદ કરાવવા લાગી ગઈ. ત્રણ/ચાર કલાક પછી, સાસુજીએ”ચાવીનોઝૂડો” માંગ્યો. મારાતો હોશકોશ ઊડી ગયા.કારણકે,ચાવીનોઝૂડો ‘મને’ આપવામાંઆવ્યો છે! તે ‘મને’ યાદ પણ, ક્યાં રાખી દીધો તે યાદ જ નહિ! લગનવાળા ઘરમાં શોધમ્શોધ! ક્યાંય ચાવીનોઝૂડો મળે નહિ! મનમાં થાય!”કેવું લાગશે? લોકોશુંકહેશે”? ચાવીનોઝૂડો મળે નહિ! અને ફફડાટ વધતો જ જાય. હું રડવા માંડી.એઘડીએ, મારાસાસુજી બોલ્યાં..”રડો છો શું? તમે મારી ‘દિકરી’ જેવાંજ છો.મારાથી, પોતાનાથી ચાવી ખોવાઈ હોત તો? લ્યો..’કાનજી મેતાની ગાંઠ બાંધુ છું” એટલું કહીને, સાડીનાપાલવનો ખૂણો વાળતાં..મને છાતી સરસી ચાંપી!! અને..એ ચાવી મળી ગઈ..!આદત મુજબ..મેં મારા બ્લાઉઝમાં મૂકેલી,જ્યાં કોઈ ચોરનો હાથ,નાપહોંચે.!!
આ ઘડીની ‘ખુશી’ મને આજે પણ છે. જે દિવસ મારા સાસુજીએ ઉમળકાભેર, મને કહ્યું “તમે મારા દિકરી જ છો ને !.. “મારી જિંદગીમાં,”હું”આ જ”પ્રેમ”ને ઝંખતી હતી. બસ એના “રંગરૂપ” જુદા હતા! બાળપણ,જુવાની,બુઢાપો! સમયસમયની ”યાદગીરી”..જુદાજુદા”પ્રેમ”નારૂપમાં દેખા દેતી હોય છે.
“પ્રેમ”આપવો અને “પ્રેમ”મેળવવો, એજ મારી ખુશી છે.
હું રાહ જોતી હતી કે, આ નવા ઘરમાં ‘કોઈક’ મને સમજે,સ્વીકારે.
અને”મારા સાસુજીના શબ્દો”મારી જિંદગીના યાદગાર અનુભવોની ચાવી બની ગયા.
—-મુક્તિદા કુમાર ઓઝા
“ચાવીનોઝૂડો”
