“આપણે સૌ બહુ….
જ્ઞાની છીએ……,
પણ ……,
બીજાની બાબતમાં….!
આપણા ખુદ માટે,
માપદંડ સાવ……
અલગ જ રાખીએ છીએ……! “ અંગાર”……!
———–(અંગાર)
અનિશ્ચતા..
આ મારા હાથમાંથી જતુ રહેશે તો!?
પગ તળેથી પાણીનોરેલો જાય, ત્યારે સમજાય કે પરિસ્થિતિ શું છે?
કોઈના પેટમાં દુખતું હોય તો,તેને ધરપત આપવાના બદલે,પોતાને કેવું દુખતું! અથવા ગઈકાલે રાતે વટાણાનુંશાક ખાધું,તો કેવો ગેસ પેટમાં થઈ ગયો!!
વ્યવહાર જાળવવા,ઘણા લોકો પેશન્ટની મુલાકાતે હોસ્પિટલમાંજાય. પેશન્ટના પલંગનીસામે ઊભારહે, અને ચાલુ થઈ જાય..”અરર! તારું હવે શું થશે?? તને તો કેન્સર છે!” બિચારો પેશન્ટ શું કરવાનો.
તમને કોઈ કહે કે,જો આ ખૂણામાં ભૂત છે. તો તમે ત્યાં નહિ જાવ.
સાચા રસ્તે વળવું બહુજ જરૂરી છે.
મનોવૃતિ એવી છે! બીજાના દુ:ખને જોઈ ખુશ થાય.’ભલે ભલે,ઈ જ લાગનો! એમજ થાવું જોઈએ. ખબર છે ને? તે દિવસે,મને કેટલું હેરાન કરતો હતો.’
આપણે જ્ઞાની છીએ, જાણકારી છે!પણ એ જાણકારી થકી બીજાને ફાયદો થઈ જાશે,અને આપણે.. જ્યાં નાત્યાં રહી જાશુ.આપણને આપણી હુશિયારીનો જે ભાવ મળે છે તે ઓછો થઈ જાશે. તેમાં ભાગ પડી જાશે.
ઘણા વિદ્વાન જોયાછે. જાહેરમાં ઊગતા કલાકારોની ખાસ ભૂલો કાઢે.તેને યેનકેનપ્રકારેણ નીચો પાડવા કોશિશ કરે!આની પાછળ,આખું મનોવિજ્ઞાન કામ કરતું હોય છે. પોતાની ‘મહાનતા’ ઓછી થઈ જાશે!!
આવું ખાસ અમુક પ્રકારના ધંધામાં જોવા મળતું હોય છે. એ લોકોને સતત એક ભય હોય છે.”મારો નવો હરીફ પેદા થઈરહ્યો છે.”
નવી નોકરીમાં પણ આવું થતું હોય છે.!!!
પોતાની મહાનતાનો દેખાડો, પોતાને મળતો ભાવ, ઓછો થઈ જાશે.એ બીકે,સામી વ્યક્તિને,કાંતો ડરાવીશુ અથવા નીચા પાડીશું અને મનમાંથી એક સરખામણી પણ સતત કર્યા કરીશું,“અમે નાના હતા ને ત્યારે,અમને આ સઘવડો નહોતી. આ લોકો પાસેતો બધું જ છે.હા હવે ખબર છે તોય, હું તારા કરતાં મહાન!!
ખાસ સાસુઓ, નવી વહુ સાથે, આવું કરતી જોઈ છે?! વહુએ ખૂબસરસ દૂધપાક બનાવ્યો હોય,પણ ઘરમાં જેવા વહુના વખાણ થાય, તે ટાળવા.. સાસુજી વહુ વિષે, બોલવા માંડે.. “ઈ તો છે ને એને દૂધમાં સાકર કઈ ચમચીથીનાખવી? એ મેં શીખવ્યું!!” આવા વખતે સાસુજી ભૂલી જાય કે,બેના તુમ ભી વોહી રાસ્તે સે ગુજર ચુકી હો !!.. થોડી પ્રશંસા બહુ કી ભી કરલે!
હું “મહાન”છું. કોઈ મારાથી આગળના વધવું જોઈએ.
એટલે વ્યક્તિ પોતાનું જ્ઞાન બાંટવા તૈયાર નથી..
આ જ્ઞાનનો માપદંડ,પોતાની ‘મહાનતા’ બતાવવા માટે જ હોય છે.
આ વૃત્તિ,જીવની basic instinct છે. Survival of the fittest.
આ પ્રાણિક પ્રકૃતિ છે
એક માદા પાછળ પોતાના પ્રજનનને વધારવા, ઘરડા સિંહને ભગાડી, એના બચ્ચાંને મારી નાખે,જેથી સિહણ એની સાથે, સંભોગ કરવાને તૈયાર થાય !
આ વૃત્તિનો અંશ માણસમાં પણ છે
પોતે કશુંક મહાન છે,સુંદર છે,બધાં થી અલગ છે. એવું બતાવવા માટે, સૈકાઓથી જુદીજુદી, વેશભૂષા પ્રથામાં આવી!..
સામ,દામ,દંડ,ભેદ કરીને બીજાને નીચા પાડવા.અને પોતાને જોઈતું પડાવી લેવું!!!
અને પોતાનું અસ્તિત્વ જ પોતાના જ્ઞાનમાં પરોવી દે છે.. અને એટલે જ તેને, બીજા બધા ‘નગણ્ય’ લાગે છે..
——મુક્તિદા ઓઝા
મહાનતાનો માપદંડ! ‘હું પોતે’
