હર ચહેરે…, એક એક… નવલકથા નીકળશે..

દરેક ચહેરે એક એક નવલકથા નીકળશે. આંખથી,મનથી, ભાવોથી,જીભથી, વર્તન-વ્યવહારથી. અને જિંદગીથી!
સવારે ઊઠો કચરાવાળાથી એક કથા શરૂ થઈ જાય.એ મોડો આવ્યો ત્યારથી શરૂ થાય તો બપોરના કઈ બહેનપણી સાથે જમીને ઘરે જાય છે!… પછી એનો સંસાર, સાંજના દારુપી ને બૈરી સાથે કેવા ઝઘડા, મારામારી અને પાછા..બીજો દિવસ!
ઘરની કામવાળીના હાથ પર સોટીના સોળ જોઈએ અને પૂછીએ તો, એનો હંમેશાંનો એક જ જવાબ “બુન મારો રોયો! દારુ પીને,મારે તો સે. પણ તોય પણ મારો તો “ચાંદલો” સે! મારો તો ધણી સે!! ……..
અને આખો ઈતિહાસ તમારી નજર સામે રચાઈ જાય !
આ તો બધી જિંદગીની નવલકથાઓ. બસ. ચાલ્યા જ કરવાની. એનુ માણસ રૂપી ફલક બદલાયા કરશે. “સરસ્વતીચદ્રની નવલકથા”ની જેમ જિંદગીની રમતમાં એના “ભાગો”પણ નહિ થાય. એના લેખક “ગોવર્ધનરામ ત્રિપાઠી” કે પછી કોઈ બીજા પણ નહિ થાય !!
એ તો એક વ્યક્તિની “પોતાની” જ વાત છે . વાર્તા છે.
સમય બદલાય તેમ જિંદગીનીવાત અને વાર્તા બદલાતી રહે છે. તેના લેખક આપણે “પોતે” જ છીએ.હું તો આપણા શરીરના એકએક અંગને પણ નવલકથાનું રૂપ સમજું છું.
એજ કાન જેમાં એક સમયે કોઈએ તમને કહ્યું હતું “હું તને પ્રેમ કરું છું! કાનથી સાંભળીને કેટલા બધા સંસ્કારો મેળવ્યા.! કાનને શણગારવા કેટલા ખર્ચાઓ કર્યા. કાન માટે થઈ ને લાખોના હીરા ઝવેરાત પણ ખરીદ્યા. ઈયરફોનના દટ્ટા કાનમાં નાખ્યા. ચશ્માની દાંડી કાને લટકાવી. અરે!હવે રહી જાતા હતા તે કૉરોનાથી ડરી જઈને માસ્કની દોરી પણ કાને લટકાવીને જ ફરીએ છીએ.સમય બદલાય છે, તેમ માણસની ઝંખના અને વેદના બદલાય છે અને.. એપણ નવલકથાનું રૂપ ધારણ કરી લે છે.સાચ્ચે આપણે જિંદગી ને એવી માણીએ મહાલીએ કે કોઈ એની મહાનવલ લખે જેમાં જેનો હરકણ હરક્ષણ આનંદ મય જ હોય.એક જીવ જાય તો “ઈતિહાસ” ખતમ થઈ જાય છે!
કેટલીક વાર એવા લોકોને બોલતા સાંભળ્યા છે કે આ ગુજરી ગયા તો “યુગ ખતમ થઈ ગયો”!!you can be an echo of your Past or the glory of your future.સવાર થી સાંજ સુધીમાં “એક નવલકથા” બની જાય છે.દરરોજ સવારે એક નવો જન્મ થાય છે. અને નવી વાત.કોઈ જીવે છે ટુકડે ટુકડે, કોઈ મરે છે રોજ,

જેવી જેની સમજણ, એવી એની મોજ..!!
અંતમાં….,
“અંગાર” નો એક શેર
“સાવ કાગળની….,
કિતાબમાંજ..
નોવેલ વંચાય……,
એવુંનથી ……..”અંગાર”.,
જરા દૃષ્ટિકોણ
બદલીને તો જો……,
હર ચહેરે એક એક,
નવલકથા નીકળશે..!”
—આવજો…
મુક્તિદા ઓઝા

Leave a comment