“નીંદર! મારી વેરણ થઈ!!”

“નીંદર” “બહુ મીઠ્ઠી મીઠ્ઠી લાગે,
તનને જો થાક લાગી જાય,
“અંગાર” મન ને લાગે જો થાક,
ઊંઘ વેરણ વેરણ થઈ જાય.”
—— (-ઇસબ મલેક “અંગાર”)

દિવસ આખો મજૂરી કરીને,પત્થરનું ઓશિકું બનાવીને,કડકડતી ઠંડીમાં,બિન્દાસ સૂતેલા,મજૂરોને જોયા છે? એની આસપાસ”ઢોલ-નગારા”વાગેને તોય પણ જાગે નહિ! અને,
એવા લોકો પણ છે, જે પાંચ મણની તરાઈ ઉપર,પા,લીટર કેસરિયા દૂધ,(આ કૉરોના સમય)” હળદર પણ ખરી!! પીને,પગચંપી કરાવીને,સૂવે તોપણ નીંદર ના આવે! એટલે,નીંદર આવવા માટેની pills લઈને સૂવું પડે! આ બધું નાફાવે, તો દિવસ આખો જે “ઈધર-ઉધર,ઉથલ-પાથલની‘રમત’રમ્યા હોય! તેને માનસિક રીતે ભૂલવા”ઝૂમ બરાબર ઝૂમ! ચિંતા..ચિંતા….ચિંતાનો સતત ભાર લઈને ફરે!!ચિંતા છે,.સવારે લાગશે કે નહિ? ઓયે..ઓય..અંધારું થઈ ગયું! સવાર પડશે કે નહિ? થોડીક ઉધરસ ખાતાં જોઈ જાય,તો તમારો મરો થઈ જાય..”તને ચોક્કસ કેન્સર છે!”તમે સાજા નરવા હો,પણ તમને“કેન્સર પેશન્ટ તરીકે જાહેર કરી દે! ‘એમનો’ ઘરમાં પ્રવેશ થાય તે પહેલાં એમની “ચિંતાઓ” પ્રવેશ કરે!! ચિંતાના કારણે,માથે જાણે ત્રિપુંડ ખેંચ્યુ હોય, એવી કરચલીઓ પડી ગઈ હોય! એમની હાજરીથી ઘરમાં સોપો પડી જાય.અરે! તમારા હસવાના, ખડખડાટથી એમને એવી ચિંતા થાય,કે ચોકકસ ઘરમાં“કૉરોના”ઘૂસી ગયો છે!!
એ.એ..જોજે હો.!
“એ એ જોજે હો”થી ચાલુ થાય,તે “રાતના આઠ થયા! હજુ કેમ ન આવ્યો?” એક એક પળની ચિંતા,એક એક જણની ચિંતા! ભાઈસા’બ આ ચિંતાનો ભારો લઈને,શું કામ ફરો છો? આ’ભાર’તમને, દેખાતો નથી,પણ એજ તમારી“નીંદર” ઊડાડી દે છે.!! રાત્રે ‘હળવું સંગીત ’,’ભજન’,’સ્તવન’ શામાટે ગાઈએ છીએ? કારણકે,આપણા મગજ રૂપી ગટ્ટરમાં જે કચરો ભર્યો હોય,તે એ સ્તોત્રો, ભજનોથી “મગજના કચરાને flush કરી,શાંતિથી સૂઈએ!!!”યોગ નિદ્રા” થી પણ ખૂબ આરામ થાય
મનને થાક લાગે એવા કામ શું કામ કરવું? કામ કરીએ, સરળ જિંદગી જીવએ, તો આરામથી નીંદર આવી જાય.!
પહાડ ઉપર ચડતી વખતે પચ્ચીસ કિલોનું વજન પણ પાંચમણ જેવું લાગે! આતો જિંદગીની ટેકરી ઉપર પહોંચવાની મંઝિલ છે.તો જેમ મુસાફરીમાં,વજન ઓછું હોય,તો માણી શકો તેમ,આ જિંદગીની મુસાફરીમાં,”ચિંતાનો ભારો” જેટલો ઓછો ઉપાડશુ એટલી માણવાની સરળતા રહેશે.અરે! તમે જવાબદારી ઉપાડી બેઠા છો, તે કબૂલ! પણ એ જવાબદારીનું”વજન” અનુભવશો તો “જવાબદારી” એવી વસ્તુ છે એનું વજન વધતું જ જાય!! કોઈ પણ કામ કરવાનું છે એટલે કરવાનું છે,એને સહજ ભાવે લઈએ “બોજો”લ્ઈને ના ફરીએ,એનું વજન એવું છે એ તમને, ક્યાંય ના ન રહેવા દે.સીધા ધરતીમાં ધરબી દે’ અરે!સાહેબ !લોકો આનંદ કરે છે,એને આનંદ કરવા દોને!! મંદવાડ દૂર કરવાની તો દવા છે.પણ”મને ચિંતા છે” કરીને,આખાં આનંદિત વાતાવરણને,ધૂળધાણી ના કરી નાખેછે!
ક્ષણભંગુર જિંદગીમાં
એક આનંદિત વ્યક્તિ એની ઊમર કરતાં,નાની અને સુંદર દેખાય.
જે પરિસ્થિતિ આવવાની જ નથી,એની ચિંતા કરીને એની ફી પહેલેથી આપી દ્યો છો!! ચિતા એક નજરાણું છે.જેની કિંમત ચૂકવો છો!?
સતત ચિંતાઓનો ભાર લઈને ફરતા લોકોને,તમે ખડખડાટ હસો તો, એમાં પણ “તકલીફ” દેખાય! ,
એ જ્યારે,તમને મળે તો એના પાસે “ખુશી કે આનંદ”ની વાત ન હોય! એના પાસે “ચિંતા”ની વાત હોય! તમને કોઈ તકલીફ ના હોય,પણ એ “સ્વીકારી જ લે” કે તમે “તકલીફ માં છો” અને એ રીતે સલાહ આપવાનું શરૂ કરી દે!
આવા “ચિંતાગ્રસ્ત” લોકો પાસે તકલીફ જોવા,માટેની જ “નજર” હોય છે. કે..છે?
ચિંતા કરતાં ચોવટ ભલી, લે તારું,આ મારું આ તારું !
કહીને, કરે ગામનાં કામ!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: