“વરસતા વરસાદે તો સૌ
પલળે “અંગાર”,
એક વખત ખુલ્લા
આકાશે ભીંજાય તો જો,
કોઈ વાદળ
સંવેદનાઓના પણ હોય
ક્યારેક વિચારોની ,
વીજળી ચમકાવી તો જો.”
(ઇસબ મલેક “અંગાર”)
“રેડીમેઈડ” ખુશી તો મળતી હોય છે.એ કુદરતી હોય કે માણસ જાતે બનાવેલી પણ……”યે અંદરકી બાત હૈ!” જેમકે કોઈની હાજરી જ ખુશી આપે અને કોઈનું દર્શન કરતાંજ એમ થાય કે “આ હવે જાય તો સારું!
જાહોજલાલીમાં રહેતા, એવા લોકો પણ છે જેમના પાસે “કૉરોનાના ભય” સિવાય કોઈ જ વાતો ન હોય! “
“મસ્તી”થી દરેક સફર કપાઈ જાશે. પોતાની મુસ્કાનને ખોવી નથી.
કુદરતે, પ્રાણીમાત્રને પોતાના તાબામાં રાખવા માટે એક વસ્તુ પોતાના પાસે રાખી છે. અને એ છે મૃત્યુ. દરેક ને ડગલે ને પગલે “મૃત્યુનો ‘ભય’” સતાવે છે! પાણીની ઘાત છે, એટલે સ્વીમીંગ ના કરો, વહાણમાં ના બેસો, પણ ખબર નથી પાણી પીતાંપીતાં પણ”ઘાત”આવી જશે!.ઓતાળી જવાશે,પાણી ગળેથી શ્વાસનળીમાં અટકશે, અને “રામ રમી જશે” ….!
કોઈ પણ પરિસ્થિતિનો ભય હોવોએ સ્વાભાવિક છે. જેમકે કૉરોનામાં ડોક્ટર,પુલીસ,સફાઈ કર્મચારી,સીક્યોરિટી,’ભય’ને ઓવરકમ કરી સેવા કરે છે, અને લોકોમાં આશા જગાડે છે.
એક જ વાતને લઈને બેસવું કેટલું વ્યાજબી છે? કેટલાક લોકોની જિંદગીનો મંત્ર જ “દુઃખ” થઈ ગયો હોય છે.એને જુવો,મળો એટલે”દુ:ખ”ની જ વાતો હોય;દિનદુ:ખ,રાતદુ:ખ..એટલે એમનું નામ જ “સબદુ:ખ”..
અતિ સુખમાં આનંદ ક્યારે ય નથી!!?
“દીયે છે કોડીનું દાન લેખે છે મેરુ સમાન!” અમે તો ભાઈ.”મહાન”. બસ જ્યારે ‘પોતાની ભક્તિ’ કરી,પોતાના અભિમાનનો શંખ વગાડી,પોતાના અભિમાનને જોરદાર ફૂંક મારી “હવા ફેલાવતા” લોકો જોયા હશે! એ ભૂલી જાય છે,જ્યાંથી આપો છો ને……, એ ‘કૂવો’તો,જનમથી પહેલાંનો”પેઢી દરપેઢીનો” છે.તમે સખત ભૂખ્યા થયા હો, ને કોઈ મહેમાનને તમારા ભાગનું ભોજન,હસતા મોઢે પીરસી દો! એથી જે આનંદ મળે, અને તે ખરો આનંદ છે.
એક છોકરો એક મિઠાઈની દુકાનમાં એકીટશે મિઠાઈઓને જોયા કરતો હતો! દુકાનદારે કહ્યું અહીં ‘મિઠાઈ સૂંઘવાના’ પણ પૈસા પડે છે…!” પૈસા મેળવવાની દોડમાં એ બાળકની આંખોની ભાવનાને સમજી શકવાની શક્તિ એ વેપારી પાસે નહોતી…!
એક બાળકની મા બહુજ બિમાર હતી. બાળકે ડોક્ટરને વાત કરતાં સાંભળ્યું”હવે તો આને ભગવાન જ બચાવી શકે” નાસમજ બાળક! પોતાની પાસેનો દસપૈસાનો સિક્કો લઈ “ભગવાન ખરીદવા નીકળ્યો! દરેક વેપારીએ જુદાજુદા જવાબ આપ્યા,છેલ્લે..એક વેપારીએ કહ્યું .. ‘લે આ પાણીનો પ્યાલો દસ પૈસામાં! આમાં ભગવાન છે,પીશે એટલે તારી મા ચોક્કસ સારી થશે”બીજા દિવસે ડોક્ટરની નવાઈ વચ્ચે,માને ડિસ્ચાર્જ સાથે,પૈસાની રસીદ આપતાં,ડોકટર બોલ્યા આ તમારા નિર્દોષ બાળકની લાગણીની ફી છે. કોઈ અજાણ્યા વેપારી આવીને ચૂકવી ગયા છે.
આનંદ-ખુશી માત્ર પોતા માટે જ મેળવવામાં નથી. કોઈને આપવામાં છે. કોઈની આંખના ભાવ મનના ભાવ વાંચી, એને”શું” જરૂર છે? તે સમજી પછી આપવા માં છે.
“give love receive love” પ્રેમની ભાષા આંખથી સમજાય, મનથી સમજાય,બોલીથી,ચાલીથી સમજાય! અહીં સુગંધ લેવાના કે દેવાના પૈસા નથી.!!!
આપશો એટલું અદકેરું વધશે, બસ બાંટતે રહો.. બાંટતે રહો,
સામેનાના મનના ભાવ સમજી,તમે જ આનંદ પેદા કરી એને તમારા આનંદના ઝાકળ થકી ઝંકોરી દો..
— મુક્તિદા કુમાર ઓઝા