એક્સપાયરી ડેટ ના વાંચ,
આંગળીના વેઢે લાભ ગેરલાભના
હિસાબો તું ના વાંચ,
મુકીદે બધી ગણત્રીઓની વાત,
દોસ્તીની બાબતમાં..છેને “અંગાર”…,
ફક્ત લાગણીઓને વાંચ…!”
—-ઇસબ મલેક “અંગાર”
જેની સાથે વાતની શરૂઆત જ “ગાળ”થી થાય..અને એ ‘ગાળ’ બોલવામાં “ગળ્યાશ જ અમૃત”ની હોય! સાંજ પડે ને ટપ્પા-ટોળી! રાહ જોવાની,અર્ધી-અર્ધી ચાની મઝા લેવાની” એતો જે આનંદ છે,અનેરો આનંદ છે.જેણે અનુભવ્યો હોય,તેને જ ખબર પડે.
મિત્ર સાથે “ગણતરી” શાની?તારું-મારું, નાનું-મોટું,ગરીબ-તવંગર, એવી ગણતરી કરીએ! તો દોસ્તી શા કામની? એતો વેપાર કહેવાય!? નાનપણમાં,કોલેજ સામેની,રેકડીવાળા પાસે,ઊભા રહી,પચ્ચાસ“દાબેલી” જાપટી,બિચારા રેકડીવાળાને,ઉલ્લુ બનાવી,ત્રીસદાબેલીના પૈસા આપતા! અને એ દાબેલીમાની“એક દાબેલીના પૈસા(એજમાનાનો એક રૂપીયો!)..“હજુ,તેં મને નથી આપ્યા!” આવી મસ્તી કરતા આપણે..જો મિત્ર બિમાર થયાના સમાચાર મળે તો…’લાખો’ ખર્ચતાં શરમાય નહિ! તેનું નામ મિત્ર.
વોટ્સેપ પર ફરતાં ફરતાં..થયું કે આ ‘વોટ્સેપ’, આ’ફેસબુક’એટલે જ મિત્રોની ‘જમાત’.એક પ્રશ્નનો જવાબ, આપવા માટે હજાર લોકો તૈયાર થઈ જાશે! હું તો વોટ્સેપ\ફેસબુક મિત્રોનો દિલથી આભાર માનું છું.મને આ મિત્રો દિલથી પ્રેમ કરે છે.અને હું પણ વોટ્સેપ\ફેસબુક વગર રહી નથી શક્તિ! આવા”મિત્ર”ના હોત,તો દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત!ઓયે!વોટસેપ મિત્રો,ઓયે ફેસબુક મિત્રો! ”મિત્ર” કોઈ દિવસ જૂનો નથી થાતો,મિત્ર થકી જિંદગીમાં અજવાળું જ અજવાળું,આનંદ, આનંદ જ છે..તમારા જેવા દિલદાર દોસ્ત હોય સાથે,તો કાયમ ઉજાસ છે”..
‘મિત્ર’ક્યાં,કેવીરીતે,કયાંસ્વરૂપે,તમારું’ધ્યાન’રાખતો હોય,તે કહી ન શકાય! સુદામાના-‘તાંદુલ’ની,વાત જગ જાહેર છે!પણ એણે,પોતાની જાત ઉપર ‘ગરીબીવહોરી’એનું કારણ પણ”દોસ્તી”જ છે.ઋષિનાઆશ્રમમાં,જંગલમાં લાકડાં લેવા મોકલતાં,’ગુરૂમા’એ આપેલા ફળમાંથી એક ફળ,જે ખાતાં ‘ગરીબી’ આવશે! (આ વાત સુદમાને જાણ થઈ ગઈ હતી.)એટલે એમણે ‘એજ-ફ્ળ’ ખાઈ લીધું.જેથી “પ્રિયસખાકૃષ્ણ”ને જાહોજલાલી મળે!! કૃષ્ણ સાથે સુદામા હંમેશાં”શૂન્ય”બનીને જ રહ્યા!
દોસ્તીથી ‘સિગારેટ’નારવાડે ચઢી જઈએ, એવુ જ નથી,સિસ્ટર નિવેદિતાઅને,સ્વામી વિવેકાનંદની દોસ્તીનીજેમ’સેવા’માં પણ લાગી જઈએ.!! કેવા મિત્રના રવાડે ચઢો છો? તે બહુજ મહત્વનું છે.સારો મિત્ર તમારી ઢાલ બનીને ઊભો રહેશે! કેટલીકવાર”કેમછો”પૂછવાથી જ કેટલું બધું સારું લાગે ! जो हमने दासताँ अपनी सुनाई आप क्यूँ रोये? દુઃખી અથવાસુખી,-મિત્ર થતો હોય! પણ એનાં સુખ-દુખનો અનુભવ પણ મિત્ર જ કરતો હોય!એક સાચું ઉદાહરણ-મારા દિકરાના બાળપણનું.(આ વાત ખાસ શિક્ષકે મને સન્માન સહિત બોલાવી,અને ગૌરવભેર કહી).જે આજે હું લખીરહી છું.વર્ગમાં,મસ્તી કોઈ બીજા વિદ્યાર્થીએ કરેલી,,પણ કોઈ વિદ્યાર્થી કબૂલવા તૈયાર નહોતા!છેવટે,શિક્ષકનું માનસિક દુ:ખ જોયું તથા, મિત્રને “સજા”થી બચાવવા માટે,શ્રેયસે વર્ગમાં ઊભા થઈ કહી દીધું “ટીચર-‘હું હતો’!! પણ શિક્ષક જાણતા હતા.કોઈ પણ સંજોગોમાં “શ્રેયસ્ આવી મસ્તી” ના કરે”. કહેવાનો ભાવાર્થ,કે दोस्ती के लिए हम कुछ भी कर सकते हैं ।માત્ર મિત્ર ખુશ રહેવો જોઈએ કોઈ પણ કિંમતે, કોઈ પણ સંજોગોમાં! એ તમને સામાજિક,માનસિક કે આર્થિક રીતે પડવા નહિ જ દે.
દોસ્તી વગરની જીંદગી,ખાંડ વગરનીચા જેવી છે.મોજ કરો,રોજ કરો,હરઘડી, હરપળ આનંદ એટલે મિત્રનું બીજું નામ.મિત્રના મળવાથી,એવી શક્તિ વધે કે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, દુનિયાના દુઃખ દર્દ ભૂલી જવાય!
દરેક તકલીફની એક જ દવા છે,મનગમતી વ્યક્તિ સાથે વાતો,અને એ મનગમતી વ્યક્તિ મિત્ર જ હોઈ શકે,મિત્રની સાથેવાત તો કરી જુઓ!“દિલ ખોલકે દેખો,દુનિયા બદલ જાયેગી” પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે.મિત્રતા એટલે એવી લાગણી,જ્યાં હિસાબનથી,કિતાબનથી,નાનુ\મોટું,તારું\મારું,જમા\ઉધાર,માત્ર પ્રેમ,પ્રેમ અને પ્રેમ…એવી લાગણી જે અવ્યક્ત છે..અનુભવ છે..
આજના સમયને અનુલક્ષીને મિત્રોને એટલો જ સંદેશ! કે….ભલે બીજા લોકો ભાડમાં જાય!પણ તમે “ભીડભાડ”માં ના જાશો….
એક દોસ્ત કે ખાતિ
“મિત્રતા”
