“નિરામય શાંતિ”

       મુક્તિદાકુમાર ઓઝા.

આહ્લાદક!,નિરામય શાંતિ,દરિયે બેઠાં અનુભવાતી શાંતિ!
        આંખ બંધ કરી,સાંભળી એ શાંતિ, 
        તો,હવાના સૂસવાટાના સૂર સાથે,સૂર મિલાવે છે શાંતિ!    

            કુદરતમાં!એ કાગડા-કૂતરા,પંખીઓના કિલ્લોલ ! 
           મારા શ્વાસોચ્છવાસની રિધમ્ સાથે,કુદરતી તાલ મિલાવે શાંતિ!  
       વાહરે!! ગજબની શાંતિ! 
                     આહ્લાદક,નિરામય શાંતિ,દરિયે બેઠાં અનુભવતાં શાંતિ. 

                     શું એમાં ઋષિમુનિઓએ કરી હશે ક્રાન્તિ??! કેવી છે શાંતિ! 

કાગડા બહુ અવાજ કરે છે!
કૂતરા ક્યાંથી ભોંકાય છે? કોઈના ઘરના છે? કે રસ્તાના?
બહુ ભોંકે છે યાર.
કોયલ તો કૂ કૂ કરી,ગજવે આખું આકાશ!!

ચકલી ચીંચીં કરતી,ચણના દાણા ચૂંટી લેતી,
જોને કેવું”ચીં..ચીં કરી કરતી?ચકલા સાથે ગેલ!

બારીમાંથી બહાર જોયું તો, કાબરબાઈ ફૂદકે અહીંથી તહીં!
કરે શું? કાબરબાઈની કર્કશવાણી!!
દેવચકલી!.મીઠાપાથી પુકારી રહી! કોયલ કૂકૂ કરતી રહી!!
આહ્લાદક,નિરામય શાંતિ,દરિયે બેઠાં અનુભવતાં અહીં શાંતિ….!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a comment