“ઓરતાનો થેલો”

આ લો !! મેં,થેલામાં રાખ્યા છે જિંદગીના ઓરતા..!! ને થેલામાં શમણાંઓ સારાં. ખભ્ભે ઊપાડીને ભાગતો’તો ત્યાં જ. અટક્યાં, અરમાન ચિંતાના. લો બોલો..! થેલામાં નાંખી, ખભ્ભે ઊપાડી, શમણાં’ને જિંદગીનાઓરતા. દોડતો દોડતો હું! થેલામાં રાખ્યા’તા ઓરતા.. મુક્તિદા કુમાર

” પ્રેમ એની આંખના પલકારે”

પ્રેમનો દરિયો ધસમસતો ને અફળાતો.., ધસમસતા એ પ્રેમ થકી અફળાતો, “હું”! માનવ-મનના તાણાવાણા? ક્યાં ફંટાયા,ક્યાં ફંટાયા? પતંગીયાંને જ્યોતીનો સધિયારો? રે સૂરજ, કે તારો જગારો.? જગમગ જગમગ,આંખોનો પલકારો ! જો પ્રેમ તણો ચમકારો એમાં પ્રેમ કેરાએ પૂરમાં તારા પાગલ થઈ પટકાયા ! પતંગીયાંને જ્યોતીનો સધિયારો! પ્રેમના નામે પાગલ જંતુ, તારા તરફ એ અવિરત સરતું!! અટવાતાં,અફળાતાં પ્રેમContinue reading “” પ્રેમ એની આંખના પલકારે””

આજે કવિતા દિવસ!

ભારે !! બસ, એ તો વિચારોની વહેતી ધારા.. ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ સારા.. હું ,, કવિતા ગાઉં કે ના ગાઉં!? મનથી હરખાઉં લલચાઉં, . વિચારોના વહેણમાં એવી તો વહી જાઉં ઉમળકા ભેર,ઊર્મિથી હરખાઈ.. મલકાઈ વહેતી જાઉં .. કવિતાની શબ્દ-શબ્દની ધારામાં સરકતી જાઉં

“મજાની ક્ષણ”

યાદ મજાની આવી રહી છે!! આનંદની એ ક્ષણ ભૂલાવી નથી.. કોઈ પણ રીતે મજાની યાદ કર એ તને ભૂલી નથી પાછો જા એ ત્યાંજ ઊભી છે.. તારી રાહ જોતી એ તને યાદ કરતી..! જો તને યાદ કરતી. મજાની એક એક ક્ષણ યાદ કર..

“દર્દે દિલની વાત”

તને કહું તો શું કહું? તારા કાનમાં કહું! મનમાં થાય તારા દિલમાં રહું! આ મારાં મનની વાત.. મારી જેમ તું પણ દર્દ સાંભળ-મારું એજ અનુભવ તારું.. દિલના દર્દ તો, દર્દી દિલ જાણે!! આ તો લોકોની વાતોમાં એવા કે મૂરખગણીને મને મારે છે લાતું. વૈદોને પણ એ નથી સમજાતું! મારું દર્દ-મારાં રુદિયાંની વાતું! જેને જેને કહુંContinue reading ““દર્દે દિલની વાત””

” બોલી બાણ “

બોલીના બાણ બહુ વાગે વાલીડા.. વાગે તો વાગવા દઈએ વાલીડા?? બાણે બાણે બેકાર થાતી જિંદગી વાલીડા!! લોકો બોલીના પત્થર મારે, વાગે તો વાગવા દઈએ વાલીડા, ઉપર ફેંકે તો ઝીલી લઈએ, વાલીડા, એકઠા કરી. સાંભળી-સહન કરી, એ પથ્થરે, એવો પુલ બનાવીએ વાલીડા, કે પુલ થકી તકલીફો પાર કરીએ- વાલીડા જિંદગીની ઊંચાઈ, મંઝિલ સુધી પહોંચી જઈએ વાલીડા—Continue reading “” બોલી બાણ “”

“મારો વેપાર-“હાસ્ય”

હસીને,હસવા સમી નવ બનાવ જિંદગી!! હસ્યા એના ઘર વસ્યા? ખરીદી નથી શકાતું હાસ્ય બઝારમાં, એ ‘મારા’ થકી, મુફતમાં મળે છે!! મારી વાતો સાંભળી, ખુશ રહો ખુશ થાવ ખુશ કરો!!! તમે ખુશ,તો હું ખુશ તું ખુશ તે ખુશ તમે સૌ ખુશ તમે ખુશ-અમે ખુશ સમસ્ત દુનિયા ખુશ, ના ખરીદ હાસ્ય! ખરીદી નથી શકાતું એ ‘મારા થકી’Continue reading ““મારો વેપાર-“હાસ્ય””

“જીવનરંગ-આધુનિકાના”

આ જિંદગીને માણવી,મારે તારા સંગાથે,ઘટઘટમાં ઘોડા થનગનતા તારા સંગાથે મારે મહાલવીને માણવી’તી જિંદગીને!!મારા જીવનના પીંજરામાં બેઠી’તી હું તો,‘પીયુ-પીયુ’જપતી’તી ત્યાંજિંદગીના રસ્તે,જોયો,મોડ મેં તો એવો કે,‘તું હી તું-તું હી તું’ના જાપ છોડી‘મમ્માયા મમ્માયા’માં મર્માળું મલકાતી‘MOTIVE’ના મહેલોમાં મોટા એ સાહેબોને ‘સલામસાબ’ કરતી હું,‘પીયુ-પીયુ’ પોકરવાનું છોડીપલકવારમાં,પતિના પગલાંને પીંખતી!‘સલામસાબ’-‘સલામસાબના સથવારે..પડઘમ આધુનિકાના વગાડતી..આ જિંદગીને માણવી મારે, તારા સંગાથેમહાલવી-માણવીતીકોના સંગાથે???મારે રકઝક,આ જિંદગીમાંખાતાં/પીતાંનેContinue reading ““જીવનરંગ-આધુનિકાના””

વિશ્વ જળ દિવસ

જળ એ જ જીવન. મુક્તિદા કુમાર ‘મનચલી’ ************ એક જમાનામાં અર્ધી બાલ્ટીથી નહાતાં! કપડાં ધોતાં -મેલું, વચલું અને ચોક્ખે પાણી, મેલું જાતું ઓટલા ધોવા, વચલાથી ફરી કપડાં પલળે! ચોક્ખે પાણી નાહી લેવાતું.. પાણીના અમે ‘પુણ્ય કમાતાં’, પાણી પાઈ અતિથિ પૂજાતા!! નદી/નાળાની પૂજા કરતા, આજેતો નળ ખોલી પાણી જાતું ! પાયખાનામાં ફ્લશ થઈ જાતું! ચોક્ખાઈના બણગાContinue reading “વિશ્વ જળ દિવસ”

“વધામણાં વસંતનાં”

પગલે પગલે રે,પાનખર, ને કોરાધાકોડ,એકલસૂડાં ઝાડવાંની ડાળીઓ! એ પંખીડાંનો ચહચહાટ હા સાવ લૂખો લાગે ! જોને આ પગલે પગલે તે પાનખરની પાછળ, ફૂટતી એ ગુલાબી કીસલય-કૂંપળીઓ!! હારે!!વસંતની વધામણી દે હો જી. આજ ઓચ્છવ ઊજવાય પંચમી! વસંતનો ખિલખિલાટ ચહચહાટ, કુંજગલી કરતી.સજતી સજાવતી આનંદે ધરા. આજ પંચમીનારે ગીત ગાતી ગાતી પગલે પગલે રે, પાનખરને… ફુલડે ફુલડાથી ફોરમContinue reading ““વધામણાં વસંતનાં””