ઘરડી ઘોડી લાલ લગામ!
દુઃખડાં ડોશી?
મને તો “લાલ લગામ”જ બની રહેવું ગમે છે..
મારા પાસે મિલ્કતછે,તંદુરસ્તીછે,
સંસ્કાર છે,
હું ખાઉં છું-પીયું છું-
મઝા કરું છું..
એકલી નહિ,સૌની સાથે- સૌના સથવારે-
સૌને ખુશીઓ બાંટું છું.
હું મારું જીવન એવું જીવું છું કે.. ઉદાહરણ બનું.
નાના બાળકથી લઈને વડીલો ..સૌ, મને જોઈને કહે કે યાર.. “તું શું કરે છે? મારે પણ તારી જેમ જ હંમેશાં બાળક બની રહેવું છે!” કેમ તને કોઈ જાતનું દુઃખ જ નથી? નવરાત્રીમાં ગરબામાં તું એવી નાચતી હોય છે,કે જુવાનિયા પણ શરમાય. તારા તૈયાર થવાની રીત-સજવાધજવાની રીત? સોળવરસની સુંદરીને પણ શરમાવે છે.”
અને ..”તારા સાથે વાત કરીએ તો,રાજકારણથી માંડીને સાહિત્ય કલા, વિજ્ઞાન કોઈ પણ વિષય, એવો નથી કે જેમાં તું માહિર નથી”!!
‘તું હંમેશાં,બીજા લોકોને મદદ કરવા માટે તત્પર છો.’!
હા!પણ મેં એક જોયું છે… તું કોઈને ઓળખતી નથી!,બધા જ તને ઓળખે છે.
કોણ-ક્યાં શું કરે છે? કેવીરીતે કરે છે? તેની ચિંતા તું નથી કરતી!’તે દિવસે લલિતા બહેને તારા વિશે એલફેલ બોલ્યું!તો પણ તું એમની જોડે આનંદથી વર્તન કરે છે!’
‘કોઈનો પણ જન્મ દિવસ, લગ્નદિવસ કે શુભસમાચાર હોય.. તું એ લોકોને અભિવાદન કરવામાં પહેલી જ હોય છે!’
“તને કોઈ – માન આપે ના આપે, ફોન કરે ના કરે, સમયસર તારો ફોન રણક્યો જ હોય!!”
તને કોઈ મળવા આવે કે ના આવે, સમય ઉપર તું હસતામુખે હાજર જ હોય!”
આ બધું તારી ઉંમરને શોભા દે છે જ.
એટલે જ ..બુઢાપો તારાથી સોગાઉ દૂર ભાગે છે.. ..
“”હાયે.. “હું તો બુઢ્ઢી!તો બુઢાપો છોડશે નહિ જ. પણ એવું વર્તન કરું કે સાબિત થાય કે -ઘરડા ગાડાં વાળે-
મને તો…મારા તો..
(અમે મહાન)
આજકાલના જુવાનિયા.. અમારો તો વિચાર નથી કરતા..
અમે તો વડીલોના ચીલે ચાલ્યા, આ ક્યાં જાય છે? શું છે? શું પીવે છે? કાંઈ ખબર નથી પડતી!! “” અમને તો ગરમ-ગરમ પોચી રોટલી જોવે, અને ઈ લોકો મને ચામડાં જેવા પિઝા ખવરાવે!?””
હું અત્યારને માણું છું.. ચામડાં જેવા પિઝાને દૂધ/પાણીમાં પલાળી મસ્ત સ્વાદથી ખાઉં છું.
ખાઈને ખુલ્લી હવામાં ટહેલતાં ટહેલતાં,જો રસ્તે કોઈ છોકરા /છોકરી મળી જાય તો..મારી જુવાનીના દિવસો યાદ કરું છું.. કૉલેજમાં છોકરાઓને કેમ લાઈન મારતી?! અને છેવટે કેમ પતિને પટાવ્યા? અને ફસાવ્યા.. બસ છોકરાંઓ મારી વાતો સાંભળી હસે-ખુશ થાય. અને
છેલ્લે હું એમને “કલ હો ના હો” કહી “ગુડનાઈટ કહી- હસતા હસતા છૂટા પડીએ.
બસ હું કાલે હોઉં કે ના હોઉં!??
Eighteen till I die..