“દર્દે દિલની વાત”

તને કહું તો શું કહું?

તારા કાનમાં કહું!

મનમાં થાય તારા દિલમાં રહું!

આ મારાં મનની વાત..

મારી જેમ તું પણ દર્દ

સાંભળ-મારું એજ અનુભવ તારું..

દિલના દર્દ તો, દર્દી દિલ જાણે!!

આ તો લોકોની વાતોમાં

એવા કે

મૂરખગણીને મને મારે છે લાતું.

વૈદોને પણ એ નથી સમજાતું!

મારું દર્દ-મારાં રુદિયાંની વાતું! જેને જેને કહું તે કહ્યું ન માને..

મારાં તે રુદિયાંમાં નથી રહેવાતું હવે નથી રહેવાતું

નથી રહેવાતું હવે

નથી રહેવાતું.

તારી પાસે કોરી કિતાબ મારી ..

ખંખેરી તો ખરી જૂનાં પુષ્પોની સૂકી પાંદડી

હતી તો

તારા પ્રેમમાં પાગલ!!

એજ મારી વાત

મારાં દિલનાં દર્દની વાત..

મનમાં થાય તારા દિલમાં રહું.

Leave a comment