સંઘર્ષ એ પ્રગતિ માટેનું ફરજિયાત પગથિયું છે

આજે એક નાના અઢી મહિના ના છોકરા ને ગડથોલીયું ખાતા જોયું. બહુ મજા આવી , .. એના મા- બાપ ને ખુશ થતા જોવાની ..! અમારું છોકરું..!!! વાહ ગડથોલિયાં ખાય છે!! ત્યારે જ પેલા બાળકને જોઈ ને મને વિચાર આવ્યો કે આ બાળક શા માટે આટલી મહેનત કરતું હશે?! શું જરૂર છે એણે આવા પરાક્રમ કરવા ની?? ત્યારે મને મારા બાળકો યાદ આવી ગયાં ! દિકરો ચાલતો થયો ત્યારે રીખતાં રીખતાં ઊભો થઈ જાતો અને પછી પડી જાતો હું આંખ આડા કાન કરતી..! જાણે એ પડ્યો જ નથી!એમ દેખાવ કરતી.અને એ ઊભો થઈ જાતો પાછો ચાલવા માટે ટેબલ નો સપોર્ટ લઈ લેતો અને થોડી વાર માટે એ મારા સામે એવું મલકાતો .. જાણે કહેતો હોય ” મમ્મી હું જીતી ગયો..!” માણસ જન્મ્યો ત્યારથી જ સંઘર્ષ કરતો જ રહ્યો છે. જીવનનું બીજુ નામ સંઘર્ષ છે. માનવની ઉત્ક્રાંતિ .. તમે જુઓ! વાંદરામાંથી માણસ અત્યારે સૂટ/ બૂટ માં આવી ગયો છે. જુદીજુદી ફેશનો, જુદા જુદા રંગ/ રાગ!! આ એજ માણસ છે જેને પત્થર પણ ઉપાડતાં નહોતું આવડતું! પણ નવું નવું જાણવા જોવા ની તાલાવેલી એ એને પત્થર ઘસતો કર્યો.. એમાં ચમકારો થયો સૂકાં ઘાસ ઉપર પડ્યો અને … ” અગ્નિ ” પેદા થયો!! અને જેમ જેમ માણસ કશુંક નવું શોધતો ગયો તેમ તેમ એનો શારીરિક, માનસિક અને આર્થિક સંઘર્ષ પણ વધતો ગયો. તમે જિંદગીને કેવી રીતે લો છો ? તે તમારા હાથમાં છે. અળસીયાની જેમ પડ્યા રહેવું કે જિંદગીમાં કાંઈક કરી બતાવવું.. જીવન માટે મહેનતતો કરવી જ પડશે પણ પ્રગતિ માટે મહેનત કરવી જ પડશે. ” આળસુ” માનસિકતા ને બદલાવવી જ પડશે “ફાઈટ ઓર ફ્લાઈટ” માણસ ની મનોવૃત્તિ છે. પરિસ્થિતિ માં બદલાવ માટે મનોવૃત્તિ બદલવી જ પડશે. બદલાવ ને સંઘર્ષ તરીકે ના જોતાં મહેનત કરવી જ પડશે. બદલાવ બહુજ સહજ છે. જમીનમાં એક બીજ રોપો . બીજા કે ત્રીજા દિવસે એમાં થી ફણગો ફૂટી નીકળે છે , અને ધીરે ધીરે ધીરે ડાળીઓ અને પાંદડા. જમીનને ફાડી અને બહાર નીકળવાની મહેનત બીજે કરી જ છે ને??? ” પાષાણ યુગ” થી માણસ અત્યારે ” અણુ યુગ ” સુધી પહોંચી ગયો છે. આ માનવ જાતના બદલાવમાં કઈ કેટલાય વૈજ્ઞાનિકો, શિક્ષકો, વિદ્વાનો નો ફાળો હશે?કઈ કેટલાય લોકોએ પોતાની જિદગી ” માણસ જાત ના સુખ સાહ્યબી ” માટે ફના કરી દીધી હશે. માટે…., સંઘર્ષ.. એ અભિશાપ નથી.., પણ એક આર્શીવાદ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: