જીવનનો મકસદ શુ…?

“દોડ્યા, થાક્યા પાક્યા, પડી ગયા તો,
બેઠા થઈ ફરી કમાવા દોડતા રહ્યા ,
સૌ દોડે છે એટલે આપણે પણ દોડીએ,
પણ..નવાઈ લાગી એક વાતની “અંગાર”..,
ઠેઠ સુધી એક વાત નક્કી ના કરી શક્યા કે…,
જીવવા માટે કમાઈએ છીએ કે,
કમાવા માટે જીવીએ છીએ….!”
——(ઇસબ મલેક “અંગાર”)
જિંદગીની મુસાફરીના રસ્તા ઉપર, ખાવું,પીવું,માણવું,મહાલવું, માણવું,ગાડરીયા પ્રવાહ”માં..આંખ બંધકરી દોડતા જ રહેવાનું, જે દિશાતરફ “ધણ” જાતું હોય! તે તરફ, જતા જ રહેવાનું!! પણ આ દોડવાની સાથે, “જવાબદારી”નો ભારવહન કરવો પડે છે,શરૂઆતમાં તો ખબર નથી પડતી! પણ દિવસેદિવસ એ વજન વધતું જાય છે! અને એ પૂરું કરવા માણસજાત અધીરી બને છે..
આશાઓ, અપેક્ષાઓ,પાછળ જિંદગી દોડતી રહે છે. એક વખત એવો હતો! કોઈની મૂછ જોઈએ એટલે થાય કે આવી જ મૂછ આપણી પણ હોય તો?”મૂછેં હો તો નથ્થુલાલ જૈસી!!બીજાને જોઈને આપણે પણ એવું જ બનવું હોય!
‘શેખચલ્લી’ જેમ.. બસ સપનામાં રાચીએ છીએ. બીરબલની ખીચડીની જેમ, સપના પકાવવા કોશીશ કરીએ છીએ. એ આવી રીતે(શાંતિથી પાકતી નથી) એટલે, આપણે ભૂંરાટા થયેલા બળદની જેમ અહીંથી તહીં ભાગંભાગી કરી, ચોરી/ડકારી કરી, કોઈ પણ રીતે પૈસા પેદા કરવા છે.
અત્યારનું જગત, “બધાં” જ ભાગે છે દોટ મૂકે છે.. પૈસા પાછળ. એલોકોને “સાચુંસુખ” ભૌતિકતામાં જ દેખાય છે. કા..ર,બંગલો, એરકંડીશનર,ઇલેક્ટ્રોનિક સાધનો, પ્રસાધનો,શનિ/રવિની રજાઓ,આ બધું, એક યા બીજી રીતે,! પણ વધારે ને વધારે, મેળવવાની તમન્ના,માણસને ભાગતોજ રાખે છે! એક જમાનામાં ગામના કિનારે બનાવેલ ‘બગિચો’ અથવા ‘દરિયા કિનારો’, રજાના દિવસે આનંદ કરવાની જગ્યા હતી!, પછી હિલસ્ટેશન થયા, હવે તો સ્વીટ્ઝરલેન્ડની સફરમાં પણ “ઓછપ” આવે છે. “બળદગાડાં”ની મુસાફરીમાં,ટીમણમાં, ગોળ/ચણા,ટોપરું/ગોળ,ચૂરમા લાડુ! બસ આવી જાતના ખાવાનાં રહેતાં.. અત્યારે ખાવાનું તો બહારથી જ હોય! ભલે ને રેલ્વેના રસોડામાં,વંદા,ઉંદર દોડાદોડી કરતા હોય! આ ઉપરાંત ભાવ કરો તો ઘરનાં ખાવાનાં કરતાં,પચાસ ટકા વધુ..!
જીવન આનંદ કરવા, આનંદ મેળવવા,આનંદ આપવા માટે છે. જે સાથે સુખેથી બેસવા-ઊઠવા,અને રહેવામાં છે.પણ આપણે એટલાતો દેખાદેખીમાં અટવાઈ ગયા છીએ કે..”કોરોના ભાગ..ભાગ..ભા…ગ!” કૉરોનાતો ભાગતો ભાગશે! પણ આપણી પાછળ હડકાયું કૂતરું પડ્યું હોય,એમ સતત પોતાની જાતને દોડાવીએ છીએ.આપણે કશુંક મેળવ્યા વગરના રહી જઈએ છીએ! જિંદગીના રણમાં ઝાંઝવાના જળની પાછળ ભાગવાની વાત છે.
હકીકતમાં જીવનમાં સૌથી અગત્યની બાબત હોય તો ..તે માનસિક શાંતિ…ની છે.
જેને માનસિક શાંતિ મેળવી તેને બધું મેળવ્યું…, અને માનસિક શાંતિ ના મળી, તો અબજો રૂપિયાની સંપત્તિ પણ નકામી….!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: