ટપકે ટપકે સરોવર ભર્યાં.
ટપકે ટપકે ભરે સરોવર!
ઝૂકી ઝાડવાં, ઝીલી પાણી,
ટપકે ટપકે પાંદડાં પીતાં!
દેતાં, હરિત ને હરિયાળી !
ચાતક તરસે ટીપું અમૃત,
અમૃત મોતી આભના!
નેવાંનાં પાણીની
ટપકાતી છાલકમાં,મેઘધનુષ રંગ જોઉં ટીપેટપે
એક ટપકું મૂકોને,
તમે રંગ્યું આકાશ!
એમ, અતરના ઓરતા આંબવા
અંતરના અંતરથી માપતાં
એ જ મનડું તે ઝૂમતું ટપકે ટપકે….
ધ્યાન ધરું ટપકે,મોહનને દેખું! ટપકાંમાં ઝૂમતું બ્રહ્માંડ લાગે!
ટપકાંમાં ગાથા,ને ટપકાંમાં ગીત,
વર્ષાની વાછંટના ટપકાંમાં, છલકાતી શર્માતી વ્હાલમની પ્રીત.
નેવાંનાં પાણીમાં,ટપકાતી છાલકમાંમેઘધનુષ રંગ જોઉં,
ટીપે ટીપે,
સૂરજ-ચંદર ટપકાં,રે ટપકાંથી લાઈન બની.
ટપકે ટપકે..ટપકે બ્રહ્માંડ બને!
ટપકાંની બલિહારી, રંગ્યું આકાશ એમ,ટપકાંમાં ઝૂમતું બ્રહ્માંડ લાગે!
મુક્તિદા કુમાર ઓઝા