“નાલેશી”

એ દિવસ યાદ છે! હા બરાબર યાદ છે,મારો જન્મ દિવસ ઉજવવા માથેરાન જવા માટે તૈયારી કરી હતી!અને…. સવારના છ વાગ્યામાં પતિનો ફોન રણક્યો! હંમેશાં દસ વાગ્યા પહેલાં ન જાગવા વાળા,એ તો હાંફળા-ફાંફળા થઈ ગયા. એમના વર્તન અને મોઢાંના હાવભાવ પરથી,હું સમજી ગઈ કે, કશુંક અજુકતું થયું છે! ફટાક દઈને કોઈ પણ કામ માટે,વગર વિચાર્યે ઝંપલાવનારી,તૈયાર થનારી હું! ગરમ ચાની ચૂસકી લેતાં,બોલી”હું બેઠી છું ને? ઘોડા જેવી”..કંઈ જ ચિંતાના કરશો”.
અને as usual,એ પોતાની ઓફિસના કામે વળગ્યા..હું ઘરકામ,રસોઈ-પાણી કરી..હોસ્પિટલ ભેગી થઈ..જાણે દુનિયામાં”હું જ એક ‘જવાબદાર વ્યક્તિ છું’
સવારથી ઘરના કામ-કાજ પૂરાં કરી,સાત વાગ્યામાં હોલસ્પિટલમાં,આવીને બેસી ગઈ હતી! જરૂર પડ્યે એમને મદદ કરવાની તથા દવાની વ્યવસ્થા,ડોક્ટરની સાથે વાત કરવા વગેરેનું કામ,ઉત્સાહભેર કરતી રહેતી હતી.! સાંજે વીઝીટીંગ અવર્સ ચાલુ થતાં, હું એક ખૂણામાં ચૂપચાપ બેઠી રહતી! કારણકે હવે હોસ્પિટલમાં આવનાર લોકો ‘મહાન-મહામૂલા’ લોકો હતા!અચાનક એક-બે વ્યક્તિ ‘મોઢાં ભારે કરી’રૂમમાં પ્રવેશી! એ લોકોને જોતાં જ એવું લાગ્યું,કે they are too concern with the peshant. હું તો જોયા જ કરતી હતી, અને મનમાં થાતું હતું, હવે શું થશે? આ મહાનુભાવો આવ્યા છે.તો ડોકટરોને તો ઉધડો જ લઈ લેશે! કારણકે સવારથી પેશન્ટે કાંઈ ખાધું નથી,અને ઉલ્ટી જ કર્યા કરે છે!!

        એ દરમિયાનમાં, અચાનક કોઈની રાડ સાંભળી,હું મારી તંદ્રામાંથી જાગી! આગંતુકમાંથી કોઈ રાડ પાડીને બોલતું હતું .."અર..ર..ર..ર! આવી રીતે ઉલ્ટી કરાય!તમારામાં તો મેનર્સ જ નથી! અને એ વ્યક્તિઓ મારા તરફ વળી,મને ધમકાવવા લાગી,”અરે તમને ખબર નથી પડતી, સવારના "આમને આમ "બેઠાં છો તે? આ મારી સાડી 'party wear' છે ' YOU KNOW' !!..  

આ લોકો,એ પેશન્ટના જે હતા,તે જ રીતે,હું પણ એ પેશન્ટની સગી હતી!! પણ હું”માત્ર ત્યાંબેઠી હતી!” “આમ ને આમ બેઠાં છો” એ બિરૂદે મને મનમાંથી હલબલાવી મૂકી!!હચમચાવી વમૂકી! –બોલો ત્યાં સણસણતી સોટી!બોલીને બાળીનાખે એવી સોટી એવી તો હૃદય ઉપર, ઘા કરી ગઇ, કે એ તમ્મર હ..જુ પાછી વળી નથી!!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a comment