“હવે શું થાશે?”

“દૂરથી દેખાતી કેટલીક સમસ્યાઓની
દરરોજ ચિંતા જ કરવા કરતાં,
“પડે તેવા દેવાશે”ના સંકલ્પ સાથે….,
તેને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તો
અવશ્ય કોઈ હલ નીકળી શકે.”
—— ઇસબ મલેક “અંગાર”
સતત ભય ભય..ભય.
જીવનમાં જે મળ્યું છે,તે માણવાનું ભૂલી જવાય છે.પણ હવે શું થાશે? કાલે શું થાશે? એ વિચારમાં આપણે ખોવાઈ જઈએ છીએ.મૃત્યુનો ભય આપણને સતત સતાવ્યા જ કરે છે.જે વસ્તુ આપણા હાથમાં નથી તેની પાછળ ‘ઝાઝવાના જળ’ની જેમ દોટ મારીએ છીએ. કસ્તુરીની સુગંધ પોતાની અંદર જ છે પણ મૃગને એ સુગંધ બહારથી આવતી હોય એવું લાગે છે,અને એ જંગલમાં આમથી તેમ દોડા કાઢે છે.અહીં થોડું જુદું છે,આપણને એમ થાય છે,કે આપણા હાથમાંથી બધું જ સરી જાશે!
હિમાલયના ફોટા,જોવા તો બહુજ ગમે છે. હિમાલય ચઢવાની વાત આવે,ત્યારે મનમાં થાય, બાપરે..આની ઉપર કેમ ચઢવું? પણ એક વખત નક્કી કરો કે ચઢવું છે જ. તો ગમેતેવી પરિસ્થિતિમાં, ગમે તે હાલતમાં શિખર સર કરી જ શકાય. એનુ જ્વલંત ઉદાહરણ છે,અરુણીમા સિંહા!
“એ..એ એ …આ તો ‘પાગલ’ છે!આવું તો કાંઈ થાતું હશે”? જ્યારે તમે કશુંક નવું કરવા જતા હો,કાંઈક જુદું કરવા માંગતા હો,ત્યારે,ખોટી ચિંતા કરી,ડરાવવાની આદત કેટલાક લોકોની હોય છે! કોઈ પણ વસ્તુની શરૂઆત કરતી વખતે “ભય”
ને ભગાડવો પડે.તો જ સફળતા મળે. “યા હોમ કરીને પડો,ફતેહ છે આગે!!
થવાનું હોય તે થાય.આપણે બંદા”ખાવું તો જોવે!! રસગુલ્લા, દાબેલી,પિઝા-પાસ્તા,આ જીભને એક એક સ્વાદ ‘માણવા’તો જોવે..ત્યારે જીભને કહેવાનું,પૂછવાનું”બાઈ તું કેવડી થઈ? તું જે અંદર ધકેલે છે ત્યાં “ગટર” છે, કે અમૃત બનાવવાનું મશીન? अभी तो पेट में डाल जो होगा देखा जायेगा! એ તો વ્યાજબી નથી. ‘ભય’નહિ,પણ સામનો કરવાની તાકાત-તૈયારી તો હોવી જરૂરી છે જ.
પાણીમાં પડ્યા પછી હાથ-પગ હલાવવા તો પડે જ.’આગ લાગે ત્યારે કૂવો ખોદવા તો ન જ બેસાય’! રણમાં વાવાઝોડું આવે તો’રેતીમાં મોઢું કેમ સંતાડવું તે ઊંટને આવડી જ જાય. એના માટે એ રણમાં ચાલવાનું અટકાવે તો નહિ જ.
અમુક પ્રદેશમાં લાકડાંના ઘર,અમુકમાં પત્થરના ઘર બનેછે , કારણકે તેમાં રહેવાવાળાને વાતાવરણથી રક્ષણ મેળવવા અને સામનો કરવા.
એક એક તણખલું લઈને,પક્ષી પોતાના માળા બાંધે.સલામતી શોધી જ લે.
“દુઃખનો પહાડ” ટૂટી પડવાનો છે! એવું માનવા કરતાં, ધીરે ધીરે એની સામે રસ્તો શોધીએ તો સફળતા મળે જ.જેમ ઉંદર ધીરે ધીરે એક પહાડ કોરી શકે.!
મારા બાપ-કાકાને,ભાઈને સૌવડીલોને અમુક પ્રકારના રોગો છે,તો મને થાશે જ ..આપણે આવકારી એ છેએ!! (ડોક્ટરો પણ ડરાવે!) એના બદલે શરીરને ધ્યાન,સાધના,કસરત કરી એવું તૈયાર કરવું જોઈએ કે પેલા ઊંટની જેમ જિંદગીના વાવાઝોડાં સામે, પોતાનું રક્ષણ કરી શકે!
આજે મને એક વોટ્સપ ફોરવર્ડ મળ્યો તે અહીં મૂકું છું, તમે પણ માણો.
* થોડા દિવસો પછી ફોન કરતા જ કદાચ આવો રિંગ ટન સંભળાશે.
મોંઘવારી એક બિમારી છે. તેનાથી બચો.
ખોરાક ઓછો કરી નાખો, જુના ફાટેલા કપડાં પહેરો,
બની શકે તો પગપાળા ચાલો,
પેટ્રોલ,ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ ના કરો.
ધ્યાન રાખો આપણે મોંઘવારી સામે લડવાનુ છે.
સરકાર સામે નહી.
જનહિત માં જારી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: