ખાલી યાદ તો કરો..,
એની અનંતતાની ઔકાત તો જુઓ..,
હતો!એ, મનમાં પણ,
શોધું એને અંદર/બહાર,ઈધર/ઉધર!!
નઝરેથી રમમાણ મળ્યો..
હા!સારુંસારું જોયું/માણ્યું
વિલા મોઢે? ના હરખા ‘તું’!
જતુ કરીને જાતને જો ‘તું’
દુઃખડાંનો એ ઢગલો ધો ‘તું’
નઝરોથી રમમાણ મળ્યો?
ને નઝરોથી તો એવું જાણે,
તારું/મારું અધિક ભાળું!?
આંખો ખોલી,
દિલની આંખો ખોલી જોતો,
ત્યાં તો
અંધારાંને ચીરી ખાતું અજવાળું રે અજવાળું.
અજવાળું આ અજવાળું!!
મુક્તિદા કુમાર ઓઝા
“હે ભગવાન !”
