આ કુદરત પણ કેવી કમાલ છે? શ્યામ-શાંત સૂરજ પાંચ મિનિટમાં એવો તો ગતિમાન થાય! કે શ્યામ,નારંગી,અને સોનેરી! રંગ બદલતો જ જાય!એવો તો રંગ બદલે! એ સોનેરી ચમકતા સૂરજ સાથે આંખ પણ મેળવી ના શકાય! જિંદગીમાં,જીવનમાં ડગલેને પગલે આ બદલાવ આવતો જ રહે છે.
સ્વભાવ (બદલાવ)બહુજ મોટામાં મોટી વસ્તુ છે. પાંત્રીસ વર્ષ પહેલાં જે વ્યક્તિઓ અણસમજુ હતી,ગુસ્સાવાળી હતી!તે અત્યારે ‘શાંતસમંદર’બની ગઈ હોય,પણ આપણે પાંત્રીસ વર્ષ પહેલાં જોઈ હોય,તે જ “છાપ”માં હોઈએ.એટલે એ ગમે તેટલી શાંત સૌમ્ય થઈ ગઈ હોય પણ આપણે એને ગાંડી/ગુસ્સા વાળી તરીકે જ જોઈએ.!!
વ્યક્તિત્વના બદલાવ માટે બીજી વ્યક્તિઓની શુભેચ્છાઓ અને સાથ હોવા જરૂરી છે.વાલીયો લુટારો.સંતની સહાયતાથી જ ‘વાલ્મીકિ રુષિ’ બની ગયો.
આપણા જમણવાર ઉત્ક્રાંતિ છે કે અધોગતિ? એક જમાનામાં એકદમ નિયમિત ,સઢંગાવસ્ત્રો અને સુચારુ રીતે જમણવાર થતા! અત્યારેએવું લાગે કે “ખાધા વગરના”રહી જાતાહોઈએ!’ ( જાણે’સૂટેડ-બૂટેડ’ભિખારીનીજમાત!)
ઉત્ક્રાંતિવાદ-અમુક જીવો નાનાથી મોટા થાય છે,(બે મહિનાનું બાળક અને બાવીસ વર્ષનો બાબો)તો અમુક જીવો મોટેથી નાના! ( ડાયનાસોરથી મગરમચ્છ).
આપણે ચાર વર્ણ હતા,બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષુદ્ર અને..ક્ષત્રિય. આપણા જન્મ પ્રમાણે કાર્ય કરતા પણ હવે,આપણને આપણા કાર્ય પ્રમાણે સ્થાન મળે છે. ચા-વાળો’રાજા’બને, તો રાજા ‘રંક’જેવો થઈ ગયો છે(ગયા મહિને કચ્છના એક રાજવીનું મૃત્યુ થયું .એમની ‘સ્મશાન યાત્રા’ જોઈને બહુજ દુઃખ થયું.!
પૈસાથી જીવનની ઉત્ક્રાંતિ છે,એવું આપણે માનવા માંડ્યા છીએ!એટલે ‘વજે’ ‘ચોક્સી’..ગાસચારા કૌભાંડ,સુશાંતસિંગ મર્ડર.. એવાતો લાખો ઉદાહરણ આપણી નજર સમક્ષ છે.બ્રાહ્મણની પવિત્રતા તો રહી જ નથી!! આસારામ જેવા હજારો સંતો જેલમાં સંડે છે.
એક પહાડના શિખર ઉપર ચઢવા ઢળાણ ઉપર ચડી, વી-શેપમાં પાછા ઉતરવું પડે.જ. આ તે કેવી ગતિ ઉત્ક્રાંતિ કે અધોગતિ??
મુક્તિદા કુમાર ઓઝા