“દર્દીલું હાસ્ય”

“રખે સાચું ના માની લેતો”અંગાર”કે તેની ભીતર પણ આંનદ જહશે…..,આ હસતા ચહેરા જે દેખાય છે,આદત એ હદે પડી જાય છે,અહીં જાતની સાથે પણ છેતરપીંડી થાય છે…!!!”——– (ઇસબ મલેક “અંગાર”) ” કેમ છો? “મજામાં છું,સારું છે..પછી ભલેને હોસ્પિટલની પથારીમાં પડ્યા હો!!!”કેટલીક વાર”હસતું મોઢું” જ હોય.એમની સાથે વાત કરતાં આપણને એમ થાય કે,આપણે કાંઈ ભૂલ કરી કેContinue reading ““દર્દીલું હાસ્ય””

“પ્રેમભક્તિ”

“પ્રેમભક્તિ” પ્રેમ! તમે કોને કરો છો, શામાટે કરોછો? પ્રેમનું બીજું નામ ભક્તિ. નવરાત્રિમાં “માતાજીના ભક્ત બની જવું!, પર્યુષણમાં જિનેન્દ્ર!,નરેન્દ્ર ભાઈ સામે”જય હાટકેશ”.ભાવનગર જાવ તો,’બાપા સીતારામ’, ખીચડી ખાવી હોય તો ‘જયજલારામ!’ . ‘વા તેડી પૂઠ’..આ””ભક્તિ”” છે? કે પછી, ટીલાંટપકાં કરીને ઘંટડી વગાડવીએ”ભક્તિ”? જે હોય તે ઈશ્વર સુધી પહોંચવા,કોઈ પણ રીતે ભક્તિ કરો.જપ કરો,ધ્યાન કરો,ક્રિયાકાંડ કરો,”નવધા ભક્તિ”નીContinue reading ““પ્રેમભક્તિ””

“ડહાપણ”

“તારી વાતોમાં સામા વાળાનેરસ પડે તો ,તેને થોડુંક પણ ડહાપણકહેવાય…..,પણ તારી વાતો સાંભળીનેભાગવા માંડેત્યારે માની લેજે “અંગાર”,તે દોઢ ડહાપણ જ લેખાય!”(ઇસબ મલેક “અંગાર”)\_\\ \\ \“ગામમાં કોઈ જાણે નહિ, ને હું લાડાની ફુઈ!” જ્યારે તમારા માટે સામી વ્યક્તિને રસ નથી, તે વાત એક યા બીજી રીતે,આપણને ખબર પડી જ જાય!! આવા જોડકાં મિત્રો,પતિપત્ની,બહેનો,ભાઈઓ,બાપ-દીકરો,મા-દીકરી.માનવ જાતિમાં છે, પણContinue reading ““ડહાપણ””

આચાર સંહિતા

“આચારસંહિતા… નું નામ આવે,ફક્ત ચૂંટણીની જ વાત દેખાય આપણને…,જીવનની આચારસંહિતા… ને કોણ યાદ કરે “અંગાર”!!”—— ઇસબ મલેક”અંગાર”!!___ ___ ___ ___ ___ ___ ___ ___ ___ ____ __ ___ __મેઘધનુષના સાત રંગો મળીને,એક રંગ બન્યો‘સફેદ’.પણ એ રંગોને જો કોઇ રંગ જુદો પાડતો હોય તો તે છે ‘કાળો’ કાળા રંગમાં,જેટલા રંગ ભળે તે સામાન્ય રીતે આંખોને અણગમતાContinue reading “આચાર સંહિતા”

જીવન…, એક સમયની ઘડી “Hour glass”

“જીવનમાં સારો સમયલાવવા માટે,ચાલુ સમયને ઉપયોગ સતતકરતા રહીએ, કારણ કેજીવનનું ભૌતિક એકમએટલે જન્મ થી મરણસુધીનો સમય,એમાં જેટલા કલાકોબિનઉપયોગી ગયા..,એટલો ભાગ જીવનનોબેકાર ગયો…!”(ઇસબ મલેક “અંગાર”)___ — ___ — ___ — ___ —ઉપરવાળાની ચિઠ્ઠીનીકળશે એટલે, ઉપર ગયા વગર છૂટકો જ નથી.પણ”સમય”નો સદુપયોગ કરવો તે એક જરૂરી ક્રિયા તો છે જ. સમય સરકતી રેતી જેવો છે.આ જુઓને ઘરમાંContinue reading “જીવન…, એક સમયની ઘડી “Hour glass””

પારકાનું દુ:ખ પોતાની નઝરે

“છે સંવેદન અહીં એટલા બધા…લોકો,દુઃખ દેખીને રડી પણ પડે છે….., “અંગાર”….પણ એ અલગ વાત છે, કેપોતાના દુઃખજ નજરે આવે છે,બીજાના નહિ…સમજયો….!!”————(ઇસબ મલેક “અંગાર”)___ ___ ___ ___ ___ ___ __નજર એવી વસ્તુ છે, જે હંમેશાં બીજાને જ જોતી હોય!! પણ એ ખરેખર બીજાને જુવે છે? એ વિચાર કરવા જેવી વાત છે!! નજર એક એવો રસ્તો છેContinue reading “પારકાનું દુ:ખ પોતાની નઝરે”

બોળચોથ

આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ વધારવા માટે,”કોઈપણ જાતની કલા,નાચવું ગાવું,સજાવવું,” ખૂબજ મોટો ભાગ ભજવે છે.ખાસકરીને આષાઢ, શ્રાવણ ભાદરવો અને આસો આમ ચાર મહિના ઉત્સવના મહિના કહી શકાય..આ મહિના ચાતુર્માસના મહિના છે.. વર્ષની મોટી અગિયારસો પણ આ જ મહિનાઓમાં આવતી હોય છે.. દા..ત. ‘દેવપોઢી અગિયારસ,ભીમ અગિયારસ,નીમ અગિયારસ..મોળાકત,જયાપાર્તી,તાપીસાતમ,દિવાસોઆ બધાં વ્રત! સોળ સોમવારનું વ્રત પણ શ્રાવણના પહેલા સોમવારથીContinue reading “બોળચોથ”

આંખ આંજી નાખતી ચમક દમક

“જોઈને તો અંજાયજ જવાયઅહીં લોકોથી….,ચમકની તો જાણે હરીફાઈલાગી છે…!ઘસારે ઘસારે પરખાય “અંગાર”ઇમિટેશન છે કે….,શુદ્ધ સોનાના દાગીના…!”“ઇસબ મલેક “અંગાર”!\\\ \\\ \\\ \\\ \\\ \\\ \\\ \\\ \\\તમને ખરેખર ‘ઝાકઝમાળ’ જોવી હોય તો ફિલ્મી દુનિયાની પાર્ટીઓમાં જાવ. આહા! રાજામહારાજા અને રૂપરૂપના અંબાર જેવા લોકો દેખાશે. એક પછી એક, એમ થાય કે ચોક્કસ,આપણે સ્વર્ગમાં આવી ગયાં છીએ કેContinue reading “આંખ આંજી નાખતી ચમક દમક”

અંધારું

મને ગમે અંધારું!આંખ બંધ કરું,અને અંધારું થઈ જાય! પણ એ અંધારું મને જ્યાં ધારું ત્યાં લઈ જાય.અમેરિકા? ચાલ બેસીજા વિમાનમાં!“કેદારનાથ”ના શિવલીંગની પૂજા કરવી છે? લે….આ જાસૂદના લાલફૂલ,ચંદનનો લેપ લાલગુલાબ,ગંગાજળ,દૂધ,દહીં, મધ,સાકર,ઘીનું પંચામૃત! અને બિલી પત્ર!….જો કેવી આહ્લાદક ઠંડક છે હિમગિરીથી ફૂંકાતા પવનોની! કેવું મનને અજવાળે છે?અંધારું! “તમે શું ઈચ્છો છો? ’અંધારું’ તમને ઈચ્છો ત્યાં પહોંચાડી દેશે..!અજવાળાંContinue reading “અંધારું”

સ્વપ્ન! –નીંદરમાં કે જાગતાં?

જિંદગીએ આપી દીધા….હર કોઈને બે ઓફશન… “અંગાર”..,સપના જોવા જ હોય….તો,નિદ્રા ફરજીયાત છે…,અને સપના સજાવવા હોય તો..,સખત મહેનત ફરજીયાત છે…..!”( ઇસબ મલેક “અંગાર”)————————-“જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે”!!આતો આપણા આદિ કવિ નરસૈંયાએ ગાયેલી કડી છે! એટલે,આ ‘જાગવાની’ ને ‘જોવાની’ વાતો મને તો કાંઈ સમજાતી નથી!! મને તો એમ થાય છે કે, આContinue reading “સ્વપ્ન! –નીંદરમાં કે જાગતાં?”