શ્રીકૃષ્ણ બોલ્યા છે. उत्तिष्ठत!जाग्रत भव।કઈ વાતોથી આપણે જાગૃતિ લાવવી જોઈએ?“નસીબ સૂતાનું સૂવે,ચાલે ચાલતા સંગ”જ્યારથી tv આવ્યું છે.ત્યારથી લોકોનીનીંદર અર્ધી થઈ ગઈ છે. લોકો દુનિયાદારીનું વધારે વિચારતા થઈ ગયા છે.(પોતાનાઘરમાં, પોતાનાઘરમાટે, કેટલો વિચાર કરે છે? એ તો બિલકુલ જુદી વાત છે!!).અરે!અત્યારની જ વાત! મેં મારી આસપાસ,પડોશમાં એવા લોકો જોયા..આ”કૉરૉનાવેકેશન”માં અમુક લોકો, સવારના અગિયાર વાગ્યે જાગી.! આમતેમContinue reading “આપણે…, જાગ્યા .., ક્યારે કહેવાઈએ..!”
Author Archives: Muktida Oza
જે માણી શકે… તેની માટે છે.. પ્રકૃતિ…..
“ઝરણું અલકમલકથી આવે, ઝરણું અલકમલકમાં જાય!ઝરણું ડુગર,કરાડ ખૂંદે,ઝરણું મારગ ધોતું કૂદે! વાહ! આ કવિતા જ્યારે પણ યાદ આવેને, ત્યારે હું પણ મનોમન નાચવા માંડુ છું. કારણકે “હરહાલમાં ખુશ રહેવું એ મારો ગુણ છે.” ‘ગુણ’ એવી વસ્તુ છે. જેને દેખી નથી શકાતો.પણ અનુભવી શકાય છે.અગ્નિનો ગુણ છે દજાડવું.આ..હા.કોઈક સુંદર ગીત સંભળાઈ રહ્યું છે..!”બહેતીહવા સા થા વોContinue reading “જે માણી શકે… તેની માટે છે.. પ્રકૃતિ…..”
વિચારો ના મોજાઓ.
આજે, મને મારું બાળપણ યાદ આવી ગયું.મારી મા કપડાં ધોતી હોય, હું પાણીથી મસ્તી કરતી હોઉં! હજુ એ ચિત્ર મારી નજર સામે તરવરે છે, પાણીની બાલ્ટીમાં હાથ નાખી પાણીને ખૂબ ઘૂમાવતી અને એ ઘૂમરીઓને જોયા જ કરતી!! અને શું વિચારતી ? આજે પણ મને યાદ નથી.આજે જમીને હીંચકે ઝૂલણીયા ઝુલતી, પાન ચબાવતાં વિચાર આવ્યો.આ વિચારોનુંContinue reading “વિચારો ના મોજાઓ.”
“હું માનવી! ‘માનવ’ થાઉં તોય ઘણું”…(ઉમાશંકર જોશી)ઈશ્વર ચિત્રમાં નહિ ચરિત્રમાં વસે છે.
‘હું કરું હું કરું’ એજ અજ્ઞાનતા,સકટનો ભાર જ્યમ શ્વાન તાણે.અને ….,જ્યારે આ “હુંકાર” માણસનીઅંદર પ્રવેશે છે ને. ત્યારે અહમ્ ,કુદરત સાથે competetion કરવા માંડે છે. અને અહમ્ પોતાનું અને પોતાની આસપાસનાનુ ….. ,અરે!આખી દુનિયાનું સત્યાનાશ કરે છે.એક અંગ્રેજી ફિલ્મ જોયેલી.વૈજ્ઞાનિકની એક ભૂલ થકી.. વૈજ્ઞાનિક શોધ રીવર્સ થવા માંડી.આવું જ કૉરોનાનું પણ થયું છે.ત્યારે થાય”હું માનવીContinue reading ““હું માનવી! ‘માનવ’ થાઉં તોય ઘણું”…(ઉમાશંકર જોશી)ઈશ્વર ચિત્રમાં નહિ ચરિત્રમાં વસે છે.”
तुंडे तुंडे मतिर्भन्ना!
ક્યારેક વિચાર આવે કે કુદરતની કેવી કરામત છે. જીવની આંખથી માંડીને અંગ-ઉપાંગ સુધી બધું જ જુદું.આખી દુનિયા સંભાળવા/સંચાલિત કરવા પછી,ભગવાનને એવો તે કેવો સમય મળતો હશે? કે ઝાડ,પાન, પશુ,પક્ષી,પ્રાણીવનસ્પતિ,માનવ બધું જ રમકડાં જેવું બનાવ્યું.અચરજ પમાડે તેવી એક એકની અનોખી લાક્ષણિકતા!વિચારીને જ પાગલ થઈ જવાય એવું છે.છતાં તમે રમકડું જ છો એવું સ્વીકારવાના બદલે, માણસ માનેContinue reading “तुंडे तुंडे मतिर्भन्ना!”
મનની શાંતિ જ છે… મહત્વની…..!
“માણસ પાસે બધી જ સગવડો હોય,પણમાનસિક શાંતિઅને માનસિક આંનદ ના હોય….,તો તે સરવાળે દુઃખી….!”(ઇસબ મલેક “અંગાર”) સમાજમાં રહેવું હોય તો લોકોની ખુશીને પહેલું સ્થાન આપવું જ પડે. અનેખુશી માટે પ્રેમ આપવો જ પડશેતમે કોનો વિચાર નહિ કરો? બાળકો,પતિ,પત્ની,મા-બાપનો? સગા-વહાલા,પડોશી, મિત્ર,ગાય અને કૂતરું કે બિલાડી!!! એક યા બીજી રીતે તમારા “આનંદ” સાથે સમાજ સંડોવાયેલો જ છે.Continue reading “મનની શાંતિ જ છે… મહત્વની…..!”
જોજો…., જીવનમાં…. શૂન્યતા ના વ્યાપે…!
મેં આનાથી વધુ અર્થસભર અને ઊંડુ વાક્ય નથી સાંભળ્યું….જેમ જેમ રૂપિયા વધતા જાય..તેમ તેમ શૂન્ય(તા) વધતી જાય છે..! ૧૦૦,૧૦૦૦,૧૦૦૦૦,૧૦૦૦૦૦ !!સાથોસાથ હદયની પણ….(80 ટકા હકીકત છે….20 ટકા અણનમ.. ( અજ્ઞાત)“શૂન્યતા” એ માત્ર વાક્ય કે શબ્દનથી! એ તો અનુભવની વાત છે. સુદામાને તેની પત્નીએ,”ફાટેલી પોતડીમાં”તાંદુલ “બાંધીને દીધા! એ, એ લઈને તેના બાળસખા શ્રીકૃષ્ણને મળવા ગયા..સોનાનીનગરી દ્વારિકામાં પહોંચ્યાContinue reading “જોજો…., જીવનમાં…. શૂન્યતા ના વ્યાપે…!”
જીવન એક પડકાર છે..!
“જગતના સંકટોમાં ,જિંદગાની લઇને આવ્યો છું,ભર્યા છે કંટકો ત્યાં,ફૂલદાની લઈને આવ્યો છું..!”(બેફામ) આખી જિંદગી સંકટોથી જ ભરેલીછે..કાલે સવારે શું થાશે? અરે આગલી ઘડીએ શું થાશે! એ જ આપણને ખબર નથી. એટલે સતત માનસિક ભય રહ્યા કરે “હવેશું” શું થવાનું છે? શું થશે?ભય નામનું તત્ત્વ જ સંકટને આમંત્રણ આપ્યા કરે એવું લાગે છે.જિંદગીની કેડી કાંટાળી છેContinue reading “જીવન એક પડકાર છે..!”
માધવ ક્યાંય નથી મધુબનમાં..
(એક આસ્વાદ)હરીન્દ્ર દવે, એક વિશિષ્ટ કવિ, તેની રચના માં જાણે હદયના શબ્દો ને , માનવ સહજ લાગણીઓ માં વીંટી ને એવી રીતે રચના બનાવે, કે સામાન્ય માણસ ને પણ સહેલાઇ થી સમજાય, અને મન ને તરો તાજગી બક્ષે.. .. આ રચના માં એ ખૂબી સહજ દેખાય છે….. અબલગ કંકર એક ન વાગ્યો,ગયાં ભાગ્યમુજ ફૂટી!!જિંદગીની જવાબદારીContinue reading “માધવ ક્યાંય નથી મધુબનમાં..”
બીજાનું દર્દ મહેસુસ..થાય એ ઇન્સાન હોવાનું મોટામાં મોટું પ્રમાણ છે.
स्वयं का दर्द महसूस होना,जीवित होने का प्रमाण है.. लेकिन औरों के दर्द भी महसूस करना,इंसान होने का प्रमाण है…(अग्नात)—સુખીદેખાતા લોકો હંમેશાં સુખી હોય! એવું જરૂરી નથી. પણ એમનો નજરિયો ખુશીનો હોય છે.દુઃખીના દુ:ખનીવાતો સમજવા અને સાત્વન આપવા તૈયાર રહેતા લોકોના હાથરૂમાલને જોવું જોઇએ,શક્ય છે એનો રુમાલ ચોક્કસ ભીનો હશે.એવા લોકો જોયા છે? જેને તમેContinue reading “બીજાનું દર્દ મહેસુસ..થાય એ ઇન્સાન હોવાનું મોટામાં મોટું પ્રમાણ છે.”