મુક્તિદા કુમાર ઓઝા “સમયની આગળ નહિ, સમયની પાછળ જરા પણ નહીં, સમયની સાથેજ ચાલ…., બહુ ચાલાક છે આ સમય “અંગાર”…., પછી કહેતો નહિ કે સમય રમત રમી ગયો..!” ——-ઇસબ મલેક “અંગાર” go with flow!!! સમયની કિંમત કરતાં આવડવું જોઈએ.સમય આંખના પલકારામાં પસાર થઈ જાય છે.સમયને આનંદ ઉત્સાહથી જેવો છે તેવી રીતનો જ સ્વીકારી સુધારવાContinue reading ““સમય વર્ત્યે સાવધાન!””
Category Archives: Uncategorized
“કડવું સત્ય”મુક્તિદા કુમાર ઓઝાકેવા કેવા ખેલાતા રહે જીવનમાં “અંગાર”,ચડતી પડતી ના આ ખેલ તો જો…..,આજે નમાલા પણ શિખામણ આપે છે એને,જે એક દિવસ પાંચમા પુછાતો હતો…!”——– ઇસબ મલેક “અંગાર”વ્યક્તિને મળતાં માનપાન, આવકારો,એ મોટેભાગે સામા વાળાને તેમની જરૂરિયાત,અને શક્તિને ધ્યાને લઈને મળે છે.”ખાસકરીને ઉંમર લાયક લોકો,જે શક્તિશાળી હતા, પણ હવે એ પરાધીન થઈ ગયા છે એવાને, એટલે “બાપા! તમે ચૂપ રહો,એવું તો ઘણા જુવાનીયાઓને બોલતાં સાભળ્યા હશે..જરૂરિયાત અને શક્તિ”એટલે શું? સ્વાર્થ?ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે!‘શક્તિને સલામ’! પણ આપણે પોતે,એવા વ્યવ્હાર પેદા કરીએ,કે સામી વ્યક્તિ ગમે તેવી હોય એને માન સન્માન,આપીએ..કવિ કાગનું મસ્ત ભજન યાદ આવી ગયું,એ..એજી તારે આંગણિયે પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે,એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવેરે..હોંકારો મીઠો આપજે..સારમાણસાઈ અદૃશ્ય હોય છે..પણ એ હંમેશાં બીજાની ‘યાદ’બનીને હૃદયમાં સંઘરાઈ જાય છે.ચીપી ચીપીને બોલવા વાળા લોકો!જાણે દુનિયા આખીનાં ડહપણનો ભાર એણે જ ઉપાડ્યો હોય!એની સાથે વાત કરો તો,એવું લાગે કે,”સાક્ષાત્ ભગવાન”! આવા લોકો વોટ્સેપ પર,એકરીતે અને મેસેન્જર ઉપર બિલ્કુલ જુદી જ રીતે વાત કરતા હોય!!આવા લોકો બહુજ સમજદાર અને ડાહ્યા લાગે કારણકે એ લોકો પાસે “ધન”નામની દુન્યવી સંપત્તિ હોય.અત્યરની દુનિયાનું ચલણ છે! ”પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.”. પણ પૈસો હાથનો મેલ છે! મારા વહાલા! હાથમાં આવીને ક્યારે સરકી જાશે! ખબર પણ નહિ પડે.અને મૃત્યુ ટાણે તો,ખાસ.કોઈનું સાચું દુ:ખ દૂર નથી કરતો,કે નથી બચાવવા આવતો.આ”પૈસો”.!!‘ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ ભરતી તેવી ઓટ છે ઓટ પછી જ જુવાળ’!એક નામ વાળા હજારો લોકો હોય છે! પણ કોનું નામ સાર્થક થાયછે? શ્રીધીરુભાઈ અંબાણીને નાનપણમાં, લોકો ”ધીરીયો” કહીને જ બોલાવતા!!
કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી,કે તેના વગર નાચાલે.બસ દિલ જીતવાનો જ હેતુ રાખીએ,કારણ કે…દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો.કોઇને’ સારા’ લાગશો, કોઈને’ ખરાબ ‘ પણ ચીંતા ના કરશો..જેવા જેના વિચારો હોય છે,”બાપા તમને કાંઈ ખબર ના પડે”! કહેવાવાળા,ભૂલી જાય છે, કે સાહેબ!તમે અત્યારે છો..તે કોના થકી છો?
કુદરતના ખોળે…. માનવી ની મર્યાદા…!
ઓહો! આ ગરમી! તોબાતોબા! મને તો,’એરકંડીશનર’ વગર ચાલે જ નહિ!અરે! આ જોને, કેવી ઠંડી પડે છે!આ પાછાં’ગાદલાં-ગોદડાં’કાઢવાં પડશે!આ વરસાદતો જો જ્યાં જુવો ત્યાં,’ખાડા-ખચીયા’બસ! કોઈ એવી ઋતુ નથી જે સુખ આપે!!!?ત્યારે થાય! કબૂતર,કાગડો,કોયલ બિલાડી,વનસ્પતિ-વડનું ઝાડ,લીંબડો,પીપળો,એ પશુ,પ્રાણી કે વનસ્પતિ!કેટલાં કુદરતની નજીક છે?એ લોકોને ડિલીવરી માટે સીઝેરીયન નથી કરાવવું પડતું!વરસાદથી રક્ષણ માટે એ લોકો રસ્તો જરૂર શોધી લેContinue reading “કુદરતના ખોળે…. માનવી ની મર્યાદા…!”
“ટપકું”
ટપકે ટપકે સરોવર ભર્યાં.ટપકે ટપકે ભરે સરોવર!ઝૂકી ઝાડવાં, ઝીલી પાણી,ટપકે ટપકે પાંદડાં પીતાં!દેતાં, હરિત ને હરિયાળી !ચાતક તરસે ટીપું અમૃત,અમૃત મોતી આભના!નેવાંનાં પાણીનીટપકાતી છાલકમાં,મેઘધનુષ રંગ જોઉં ટીપેટપેએક ટપકું મૂકોને,તમે રંગ્યું આકાશ!એમ, અતરના ઓરતા આંબવાઅંતરના અંતરથી માપતાંએ જ મનડું તે ઝૂમતું ટપકે ટપકે….ધ્યાન ધરું ટપકે,મોહનને દેખું! ટપકાંમાં ઝૂમતું બ્રહ્માંડ લાગે!ટપકાંમાં ગાથા,ને ટપકાંમાં ગીત,વર્ષાની વાછંટના ટપકાંમાં, છલકાતીContinue reading ““ટપકું””
કુદરતના ખોળે…. માનવી ની મર્યાદા…!
“ઓચિંતું બારીમાંથી …,એક પતંગિયું આવી ચડ્યું…,શબ્દો નહોતા, મૌનથીઘણું કહી રહ્યું…..,” નથી પામર હું,સમસ્ત પ્રકૃતિનો પ્રતિનિધિ છું..,કોરોના તો હજુ કાઈ નથી…,માટે મર્યાદામાં રહેજો માનવી,એવું કંઈક સમજાવી ગયું…..!”——(-ઇસબ મલેક “અંગાર” ) ઓહો! આ ગરમી! તોબાતોબા! મને તો,’એરકંડીશનર’ વગર ચાલે જ નહિ!અરે! આ જોને, કેવી ઠંડી પડે છે!આ પાછાં’ગાદલાં-ગોદડાં’કાઢવાં પડશે!આ વરસાદતો જો જ્યાં જુવો ત્યાં,’ખાડા-ખચીયા’બસ! કોઈ એવી ઋતુContinue reading “કુદરતના ખોળે…. માનવી ની મર્યાદા…!”
“આત્મ નિર્ભર…એટલે….!”
“સ્વાવલંબી બાબતે આપણામાપદંડસીમિત જ નહીં,પણ સાવઊંધા છે…,આપણે કોઈ વ્યક્તિ જાતે આર્થિક પગભર થઈ જાય તેને સ્વાવલંબી કહીએ….,પણ આ પછી, અન્ય બાબતોમાં જેવીકેશારીરિક,માનસિક, કે સામાજિક બાબતોમાં સાવ પરાવલંબી બની બેસી જઈએ છીએ.. તેં વાત દેખાતી જ નથી.”——- (ઇસબ મલેક “અંગાર”) આ ‘લોક ડાઉન’માં જ જુઓને! કામવાળી વગર ચાલ્યું,ચલાવ્યું! પણ કેવા અકળાઈ ગયા છે લોકો? મેં તોContinue reading ““આત્મ નિર્ભર…એટલે….!””
કેટલાક લોકોનો વિચિત્ર શોખ સનસનાટી ફેલાવવી…!
“ટી આર પી વધારવાની હોડ…..ફક્ત ન્યુઝ ચેનલોમાં જ નથી….., કેટલાક માણસોને…… વગર સ્વાર્થએ ખોટી સનસની ફેલાવવા માં જ રસ હોય છે.!”—— ઇસબ મલેક “અંગાર” અમે નાનાં હતાં ત્યારે,રાતનો કચરો ઘરમાં ન રખાતો! રસોડું સાફસૂફ કરી, અનાજ વગેરે જે જમા થાય તેને”ધોણ” કહેવાતું.આ”ધોણ” બહાર નાખવા માટે, ગલીના નાકે, એક કૂંડી જેવું હોય.ત્યાં, અમે મમ્મી સાથે જતાં.ત્યારેContinue reading “કેટલાક લોકોનો વિચિત્ર શોખ સનસનાટી ફેલાવવી…!”
“ચાંદરણું”
ચાંદરણું!ચાંદરણું એ આવ્યું જોને, ચાંદરણું બંધબારીથી,છતથીઆવ્યું.સોનેરી કિરણોથી એમાં,રજકણને જો રમતું લાવ્યું …,એ કણકણને મનગમતાં જોતી, મનગમતાં મનથી મલકાતી,ચાંદરણાંની ઓથે પેલો સૂરજ પણ ઘરમાં આવે! રજકણની આવન-જાવનની રમત નવી રચાવે!!!એ ભાગે અહીંયાંથી તહીંયાં,ચાંદલિયાના ચટકાં-મટકાં નભના એ સૂરજ, કે નભનાએ ચંદર! તારલીયા! દેખું હું,ટપકે ટપકે..ટપકીયાળી ઓઢણીમાં ચમકીલી ભા..ત ..,જાણે ઓસરીમાં રમતુ આખું અંબાર!!ચોરના મનમાં ચાંદરણું,મારી દાદી ગાતીContinue reading ““ચાંદરણું””
“નામદારની ભૂલ હોય જ નહીં”
તમે કોઈ દિવસ પોતાની ભૂલો જોવાની કોશીશ કરી છે? પગ નીચેથી પાણીનો રેલો પસાર થાય,ત્યારે જ ખબર પડે કે ભાઈ! પગ નીચે પાણી આવ્યું! તમે,આ વાંચો છો..ત્યારે જરા તમારી જિંદગીમાં પાછળ જુઓ..શુ વિચાર આવે છે??કોલેજમાં,મને રમિલા ગમતી હતી,તે વધારે સારી હતી.કોમર્સના બદલે આર્ટ્સમાં ગયો હોત તો? વધારે સારી રીતે જિંદગી માણી શક્યો હોત! એક નાContinue reading ““નામદારની ભૂલ હોય જ નહીં””
“મૌનમ્ પરમ્ ભૂષણમ્”
“જ્યાં શબ્દોની તાકાત….,બેઅસર થઈ જાય…..,ત્યાં ક્યારેક લાગણીસભરમૌન અસર કરી જાય….!”(ઇસબ મલેક “અંગાર”)મૌનને વિચારવા માટે મૌન રહેજે.બહુ બોલીશ તો મૌન ભૂલાઇ જશે.કાયમના મૌનને મૌત કહે છે.એક વ્યક્તિ તમારાથી બોલતી ઝઘડતી બંધ થાય તો સમજવું કે એ સંબંધનો,એ સંબંધની લાગણી,એ સંબંધની અંદર રહેલા પ્રેમનો અંત આવી ચૂક્યો છે!! ‘મોત’ અને ‘મૌન’ વચ્ચે ફરક કશો જ નથી..બંન્ને ‘દંતવ્યજContinue reading ““મૌનમ્ પરમ્ ભૂષણમ્””