“ક્યારેક તો થાય રડવું છે.
“ખૂબ રડવું છે!!!? કોના માટે?
પોતા માટે?
એવું તે શું કર્યું?ક્યારે? કેમ?
આનંદ કર્યો,આનંદવહાવ્યો, જોયું જાણ્યું માણ્યું ?!
ખુશ થઈ, ખુશી વહેંચી.પણ”ખુશી”ના એ વેપારમાં ક્યાં હું અટવાણી?
આ આપવા/લેવામાં ખોવાઈ કે બંધાઈ?
મળ્યુ તો માણવા માટે;જોયું જાણવા માટે,
અનુભવ્યું એવુ અટકાઈગયાં!અટવાઈ ગયાં!!!
પગદંડી પર પગલાં પાડ્યાં. કેવાં એ ભૂંસાઈ ગયાં. ક્યાં?એ ખોવાઈ ગયાં.
એટલે જ.ક્યારેક તો થાય છે રડવું છે, ખૂબ રડવું છે.
કોના માટે? પોતા માટે?!!!
મુક્તિદા કુમાર ઓઝા.